ચિન્મય જાની

વકીલ

વકીલ : અદાલતમાં અન્ય વ્યક્તિ વતી હાજર રહેવા અને રજૂઆત કરવા અધિકાર ધરાવતી વ્યક્તિ. તેમાં ઍડ્વોકેટ, સોલિસિટર અને બૅરિસ્ટરનો પણ સમાવેશ થાય. જે વ્યક્તિને સરકારના વકીલ તરીકેની ફરજો બજાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવી હોય તે સરકારી વકીલ ગણાય છે. વકીલ થવા માટે નિર્ધારિત લાયકાતો ઉપરાંત વ્યક્તિ પાસે વકીલાત…

વધુ વાંચો >

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ)

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ) (જ. ?, અ. ?) : સ્વતંત્રતા પછી,  ફેડરલ કોર્ટ તરીકે ત્યારે ઓળખાતા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા 26 જાન્યુઆરી 1950 પછી સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતનું લોકશાહી ગણતંત્ર 26-1-1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં 1935ના કાયદા મુજબ એક સમવાયતંત્ર તો હતું જ. તે પૂર્વે નવ…

વધુ વાંચો >

શાહ, જે. સી.

શાહ, જે. સી. (જ. 19 જાન્યુઆરી, 1906 ?) : ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને એક બાહોશ ધારાશાસ્ત્રી. એમણે અમદાવાદની શાળાઓમાં પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવી 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને 1928માં કાયદાના સ્નાતક થયા. જાન્યુઆરી 1933માં ઍડવોકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અમદાવાદમાં વકીલાત શરૂ કરી, પણ થોડા જ સમયમાં મુંબઈ જઈ…

વધુ વાંચો >

શેલત, જે. એમ.

શેલત, જે. એમ. (જ. 1908, ઉમરેઠ, જિ. ખેડા,  ગુજરાત; અ. 1 નવેમ્બર 1985, મુંબઈ) : ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓના વરીયતા-ક્રમનો અનાદર કરીને એ. એન. રાયની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થયેલી નિમણૂકના વિરોધમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. મુંબઈમાં વિદ્યાભ્યાસ કર્યા પછી તેમણે લંડન યુનિવર્સિટીની કિંગ્સ…

વધુ વાંચો >

સગીર

સગીર : સંબંધિત કાયદા દ્વારા પુખ્તતા માટે નિર્ધારિત કરેલ ઉંમર પૂરી ન કરેલ વ્યક્તિ. સને 1875ના પુખ્ત વય અધિનિયમ [Indian Majority Act] અનુસાર અઢાર વર્ષની ઉંમર પૂરી થતાં સગીરાવસ્થા પૂરી થાય છે, પણ જે સગીરની જાત કે મિલકત માટે અદાલત દ્વારા વાલી નીમવામાં આવ્યો હોય તેની ઉંમર એકવીસ વર્ષની થતાં…

વધુ વાંચો >

સમન્સ

સમન્સ : અદાલતમાં ચોક્કસ દિવસે અને સમયે હાજર રહેવાનો કે કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશાત્મક પત્ર. આવો પત્ર દીવાની કેસોમાં કોઈ દાવાનો જવાબ આપવા માટે અથવા સાહેદ તરીકે જુબાની આપવા માટે મોકલવામાં આવે છે, અને તે દાવાના એક પક્ષકારના સૂચનથી મોકલાય છે. દાવાનો જવાબ આપવા માટે હાજર થવાનો…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >