ચન્દ્રકાન્ત શેઠ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (1992) : મહાદેવભાઈ દેસાઈનું એમના સુપુત્ર નારાયણ દેસાઈ દ્વારા વિરચિત બૃહદ્ જીવનચરિત્ર. આ ચરિત્રમાં ગાંધીજીના ગણેશ અને હનુમાન લેખાતા મહાદેવભાઈની જન્મથી અવસાન પર્યંતની, 1892થી 1942 સુધીની, ભક્તિયોગ તથા કર્મયોગના ઉત્કૃષ્ટ સમન્વયરૂપ જીવનયાત્રાનું સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ – એવા 5 ખંડકોમાં, 44 પ્રકરણોમાં ચલચિત્રાત્મક રીતનું દસ્તાવેજી…
વધુ વાંચો >અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ
અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે ‘મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે.’ (ઉમાશંકર જોશી) ‘ભાષાંતર’ શબ્દ ‘અનુવાદ’ના પર્યાય તરીકે પ્રયોજાય છે, પરંતુ ‘ભાષાંતર’ શબ્દ, ઉમાશંકર જોશી કહે છે તેમ, કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ…
વધુ વાંચો >અંગત
અંગત (પ્ર. આ. 1971; દ્વિ. આ. 1982 સંવર્ધિત) : ગુજરાતી કવિ રાવજી પટેલનો કાવ્યસંચય. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં જે કેટલાક અવાજો સવિશેષ પ્રભાવક થયા તેમાંનો એક રાવજી પટેલ(1939-1968)નો. ‘અંગત’ તેમનાં ઉપલબ્ધ સર્વ કાવ્યોનો એકમાત્ર સંચય છે, જેનું પ્રકાશન તેમના અવસાન બાદ થયેલું. ‘અંગત’ ઊર્મિકવિતાનો સંચય છે. તેમાં કુલ 124 રચનાઓ છે,…
વધુ વાંચો >અંધેરી નગરી
અંધેરી નગરી : અંધેર શાસનના ઉદાહરણાર્થે રજૂ થતું સ્થળવિશેષને અનુલક્ષતું એક લોકપ્રસિદ્ધ કથાકલ્પન. જ્યાં અવિવેક, અરાજકતા અને અનવસ્થાની કરુણ અને હાસ્યાસ્પદ સ્થિતિ હોય ત્યાં તેને ઓળખાવવા વ્યંગ્યમાં આ અંધેરી નગરીનો અને તેના અભણ મૂર્ખ શાસકનું રાજાનું દૃષ્ટાંત પ્રયોજાય છે. અંધેરીનગરીની કથા આવી છે : એક વણિકને ઘેર ખાતર પાડવા ગયેલા…
વધુ વાંચો >આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ
આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…
વધુ વાંચો >ઇન્દિરાબેટીજી (જીજી)
ઇન્દિરાબેટીજી (જીજી) (જ. 3 સપ્ટેમ્બર 1939, સૂરત; અ. 1 ઑક્ટોબર 2016, વડોદરા) : પુષ્ટિમાર્ગીય પ્રસિદ્ધ કથાકાર અને સંનિષ્ઠ સમાજસેવિકા. પુષ્ટિસંપ્રદાયના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યની સોળમી પેઢીનું તેઓ સંતાન છે. તેમના વડવાઓ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે. સૂરતના સુપ્રસિદ્ધ લાલજી મહારાજ (વ્રજરત્નલાલજી) તેમના દાદાજી થાય. તેમના પિતા મધુસૂદનલાલજી પુષ્ટિસંપ્રદાયના વિદ્વાન હતા. માતા…
વધુ વાંચો >ઓઝા, પ્રતાપ
ઓઝા, પ્રતાપ (જ. 20 જુલાઈ 1920) : નૂતન ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતી નટ અને દિગ્દર્શક. રંગભૂમિપ્રવૃત્તિનો પ્રારંભ 1937થી ગુજરાત કૉલેજ અમદાવાદથી. પારિવારિક વાતાવરણ રાષ્ટ્રપ્રીતિ તેમજ સંસ્કારપ્રીતિનું હોઈ તેમનામાં અંકુરિત થયેલી ભાવનાઓ અમદાવાદ-મુંબઈના શિક્ષણ તથા સંસ્કાર-પ્રવૃત્તિઓના કાર્યે મુક્તપણે વિકસી. તેમણે 1943થી 1948 દરમિયાન ધી ઇન્ડિયન પીપલ્સ થિયેટરમાં સક્રિય રસ…
વધુ વાંચો >કવિતા
કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુજરાતી કવિતા
ગુજરાતી કવિતા : ગુજરાતી કવિતાની વિકાસયાત્રા ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓ – બંગાળી, મરાઠી, મળયાળમ અને તમિળ વગેરે–ની અને રાષ્ટ્રભાષા હિન્દીની કવિતાની લગભગ સમાંતરે – જોડાજોડ ચાલે છે. ગુજરાતી કવિતાનો ઇતિહાસ, તેનો પ્રારંભ વજ્રસેનકૃત ‘ભરતેશ્વરબાહુબલિઘોર’(ઈ. સ. 1169 લગભગ)થી થયેલો સ્વીકારતાં, લગભગ નવસો વર્ષનો લેખાય. એ રીતે ભારતીય-આર્ય ભાષાના ત્રીજા તબક્કામાં ગુજરાતી…
વધુ વાંચો >