ઘનશ્યામ શાહ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય…

વધુ વાંચો >

અંત્યોદય

અંત્યોદય : સમાજના નીચલામાં નીચલા એટલે ગરીબમાં ગરીબ રહેલા છેલ્લા માનવીનો ઉદય. ગામડાના વિકાસ માટે જે અનેક યોજનાઓ થયેલી છે તે યોજનાઓનો એક કાર્યક્રમ તે અંત્યોદય. આ કાર્યક્રમ સમાજની દરેક વ્યક્તિને ન્યૂનતમ જીવનસ્તર પ્રદાન કરવાનું લક્ષ્ય સેવે છે. આ યોજનાની શરૂઆત રાજસ્થાન સરકારે બીજી ઑક્ટોબર, 1977ના દિવસે કરી હતી, જે…

વધુ વાંચો >

આદિવાસી સમાજ

આદિવાસી સમાજ – પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ – ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન – ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ – આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો – આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો – આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો – પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ…

વધુ વાંચો >

કોમવાદ

કોમવાદ : રાષ્ટ્ર કે સમાજના બદલે કોમને કેન્દ્રમાં રાખી સ્વહિત અને સલામતી આદિનો આગ્રહ રાખવાનું વલણ. કોમવાદ મનો-રાજકીય અને મનો-સામાજિક ખ્યાલ છે. જ્યારે આ લાગણીને રાજકીય ર્દષ્ટિ અને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે મનો-રાજકીય ઘટના બને છે. અહીં રાજકીય સત્તા અને પ્રભાવ વિસ્તારવા માટે કોમી લાગણીને ઉશ્કેરવામાં…

વધુ વાંચો >

ક્ષત્રિયસભા

ક્ષત્રિયસભા : કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજપૂતોનું આઝાદી બાદ સ્થપાયેલું સંગઠન. ભારતમાં આઝાદી સાથે રાજકીય પરિવર્તનનાં એંધાણ દેખાતાં હતાં ત્યારે કેટલાક રાજપૂત આગેવાનોને લાગ્યું કે નવી રાજકીય પરિસ્થિતિમાં જો એમને રાજકીય તખ્તા પર ટકવું હોય તો એમણે સંગઠિત થઈ સંખ્યાનો વ્યાપ વધારવો જોઈએ. આવા કેટલાક આગેવાનોએ ભેગા થઈ 15 નવેમ્બર…

વધુ વાંચો >

ચૌધરી, અમરસિંહ

ચૌધરી, અમરસિંહ (જ. 31 જુલાઈ 1941, ડોલવણ, વ્યારા, જિ. સુરત; અ. 15 ઑગસ્ટ 2004, અમદાવાદ) : ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન (1985–1990) તથા આદિવાસી નેતા. તેઓ ચૌધરી જનજાતિના હતા. પિતા સામાન્ય ખેડૂત હતા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતમાં જુનિયર ઇજનેર તરીકે જોડાયા. આ વિસ્તારના આદિવાસી…

વધુ વાંચો >

ચૌધરી, ચરણસિંહ

ચૌધરી, ચરણસિંહ (જ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો; અ. 29 મે 1987, ન્યૂદિલ્હી) : ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા. હકીકતમાં ચરણસિંહના જન્મ વખતે તેઓ એક જમીનદારના ગણોતિયા…

વધુ વાંચો >

જગજીવનરામ

જગજીવનરામ (જ. 5 એપ્રિલ 1908, ચંદવા, જિ. શહાબાદ, બિહાર; અ. 6 જુલાઈ 1986) : ભારતના અગ્રગણ્ય રાજનીતિજ્ઞ, સમાજસુધારક, સ્વાતંત્ર્યસેનાની તથા દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન. તેઓ અંત્યજ ગણાતી ચમાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમના કાકા લશ્કરમાં હતા. પિતા શોભીરામ લશ્કરની હૉસ્પિટલમાં સામાન્ય નોકરી કરતા હતા. ગામ બહાર પચરંગી માહોલમાં કામ કરવાથી કુટુંબને…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ (જ. 31 જુલાઈ 1911, પરુજણ, નવસારી; અ. 26 જાન્યુઆરી 1985) : ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી. પ્રોફેસર જી. એ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે 1942માં ‘ગુનાનાં સામાજિક પરિબળો’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે (1952 થી 1966) એમણે શિક્ષણકાર્ય કર્યું…

વધુ વાંચો >

સામાજિક આંદોલન

સામાજિક આંદોલન : મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સમાજનાં માળખાં, રીતરિવાજો, પરંપરાઓ, સંસ્થાઓ કે મૂલ્યોને સામૂહિક રીતે પડકારે અને તેમાં પરિવર્તન લાવવા વ્યક્ત રીતે પ્રયત્ન કરે તે પ્રવૃત્તિ. અલબત્ત, સમાજપરિવર્તન માટેનાં પરિબળોની સામે પ્રચલિત સંસ્થાઓ કે મૂલ્યોને ટકાવવા જ્યારે સામૂહિક પ્રયત્ન થાય છે ત્યારે તેને પ્રતિ-આંદોલન કહી શકાય. હુલ્લડ કે…

વધુ વાંચો >