ગીતા મહેતા

અટ્ઠકહાઓ

અટ્ઠકહાઓ : ત્રિપિટકના મૂળ ગ્રંથો ઉપરની ભાષ્યવજ્જા નામની પ્રથમ ટીકા. ત્રિપિટક જેટલા જ મહત્વપૂર્ણ ગ્રંથો ઉપરની ટીકાને અટ્ઠકહા નામ આપ્યું હોય તેમ લાગે છે, જેમ કે ‘નેત્તિપકરણ અટ્ઠકહા’, ‘મહાવંસ અટ્ઠકહા’ વગેરે. પાલિ ભાષાના મૂળ ગ્રંથોને વાંચવા માટે ‘અટ્ઠકહા’ની જરૂર પડે છે. તેથી જુદા જુદા પ્રદેશમાં રહેનારા વિદ્વાનોએ ‘અટ્ઠકહા’ રચી હોવી…

વધુ વાંચો >

અપભ્રંશ ભાષા અને સાહિત્ય

અપભ્રંશ ભાષા અને સાહિત્ય પ્રાકૃતો અને આધુનિક ભારતીય આર્યભાષાઓની વચ્ચેની કડીભાષા. પ્રાકૃત ભાષાઓના અંતિમ તબક્કાને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે. હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી આદિ આધુનિક ભારતીય આર્યભાષાઓ તેમાંથી ઊતરી આવી છે. ભાષાસંદર્ભે અપભ્રંશનો જૂનામાં જૂનો ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં મળે છે, જેમાં તે કહે છે – ‘દરેક શુદ્ધ શબ્દનાં ઘણાં…

વધુ વાંચો >

અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…

વધુ વાંચો >

આયારંગસુત્ત (આચારાંગસૂત્ર)

આયારંગસુત્ત (આચારાંગસૂત્ર) : જૈન શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દ્વાદશાંગમાંનો મહત્વનો સૂત્રગ્રંથ. તેને અંગોનો સાર કહ્યો છે. જ્ઞાતાધર્મકથાઓમાં એનો સામાયિક નામે ઉલ્લેખ કરેલો છે. આમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે. તે બંભચેર (બ્રહ્મચર્ય) કહેવાય છે. તેમાં 44 ઉદ્દેશક છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં 16 અધ્યયન છે, જે ત્રણ ચૂલિકાઓમાં વિભક્ત છે.…

વધુ વાંચો >

આવસ્સય–ચૂન્નિ

આવસ્સય–ચૂન્નિ (सं. आवश्यक चूर्णि) : આવશ્યક સૂત્ર પરનો ટીકા-ગ્રંથ. તેના કર્તા જિનદાસગણિ મહત્તર મનાય છે. આમાં કેવળ શબ્દાર્થનું જ પ્રતિપાદન નથી, પરંતુ ભાષા અને વિષયની દૃષ્ટિએ જોતાં તે એક સ્વતંત્ર રચના જણાય છે. ઋષભદેવના જન્મ-મહોત્સવથી નિર્વાણપ્રાપ્તિ સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. જૈન પરંપરા અનુસાર તેમણે જ સર્વપ્રથમ અગ્નિનું ઉત્પાદન કરવાનું…

વધુ વાંચો >

આવસ્સય-સુત્ત

આવસ્સય-સુત્ત (આવશ્યક અથવા આવસ્સગ षडावश्यक सूत्र) : જૈન પરંપરામાં નિત્યકર્મનાં પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનોનું નિરૂપણ કરતો પ્રાચીન ગ્રંથ. આમાં છ અધ્યાય છે : સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. તેના ઉપર ભદ્રબાહુની નિર્યુક્તિ છે. હરિભદ્રસૂરિએ આ ગ્રંથ ઉપર ‘શિષ્યહિતા’ નામની ટીકા લખી છે. બીજી ટીકા મલયગિરિની છે. હરિભદ્રસૂરિએ પોતાની ટીકામાં…

વધુ વાંચો >

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા

ઇચલકરંજીકર બાળકૃષ્ણ બુવા (જ. 1849; અ. 1926) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ગાયનકલા- મર્મજ્ઞ. પિતા રામચંદ્ર બુવા ગાયક હતા, તેથી બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે અભિરુચિ થયેલી. માતાના મૃત્યુ બાદ સંગીતની જિજ્ઞાસા પૂરી કરવા માટે તેઓ ઘર છોડી મ્હૈસાલ ગયા. ત્યાં વિષ્ણુ બુવા ભોગલેકર પાસે બે વર્ષ સુધી સંગીતનું…

વધુ વાંચો >

ઇનાયતખાં

ઇનાયતખાં (જ. 16 જૂન 1865, ઇટાવા; અ. 11 નવેમ્બર 1938, ગૌરીપુર, પશ્ચિમ બંગાળ) : વિખ્યાત સિતારવાદક તથા પ્રયોગશીલ સંગીતજ્ઞ. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પોતે સારા સિતારવાદક હતા, જેમની પાસેથી ઇનાયતખાંએ સિતારવાદનની તાલીમ લીધી. ઇટાવાથી તેઓ ઇન્દોર ગયા, જ્યાં થોડોક સમય રહ્યા. ત્યારબાદ તેઓ કૉલકાતા ગયા. ત્યાં તેમને માનસન્માન મળ્યાં. તેમના…

વધુ વાંચો >

ઇનાયતહુસેનખાં

ઇનાયતહુસેનખાં (જ. 1849, લખનૌ; અ. 1919, હૈદરાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક કલાકાર. તેમના નાના ફત્બુદ્દૌલા તથા પિતા મહબૂબખાં – બંને શાસ્ત્રીય સંગીતના સારા જાણકાર હોવા ઉપરાંત બંને સારા ગાયક પણ હતા; તેથી ઇનાયત-હુસેનને સંગીતની પ્રારંભિક તાલીમ આ બંને પાસેથી ખૂબ નાની ઉંમરમાં પ્રાપ્ત થઈ હતી. તેમના નાના…

વધુ વાંચો >

ઇમદાદખાં

ઇમદાદખાં (જ. 1848; અ. 1920) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિચક્ષણ પ્રતિભા ધરાવતા સંગીતજ્ઞ. તેમના પરિવારમાં કેટલાક અગ્રણી સંગીતજ્ઞ થઈ ગયા છે, જેમનો વારસો ઇમદાદખાંને મળ્યો હતો. તેમના પૂર્વજો હિંદુ હતા, પરંતુ બાળપણમાં જ તેમના પિતા સાહબદાદે મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હોવાથી તેમને તે ધર્મના અનુયાયી ગણવામાં આવે છે. સાહબદાદનું…

વધુ વાંચો >