ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
ઇન્ટરનેટ
ઇન્ટરનેટ (Internet) : કમ્પ્યૂટર/ટેલિવિઝન/સેલ્યુલર ફોન જેવાં ઇલેક્ટ્રૉનિક સાધનોનું માહિતી આપ-લે માટેનું અંદરો-અંદર(inter)નું જોડાણ (networking). વપરાશકારને માહિતી આપ-લેની આ રીતે અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. માહિતી આપ-લેની ઝડપ, માહિતીની વિપુલતા, સમય-સ્થળની મર્યાદામુક્તિ, પ્રકાશ-ધ્વનિ બંનેને સાંકળી લેવાની ક્ષમતા જેવી અનેક બાબતો તેથી હાંસલ થાય છે. ઇન્ટરનેટમાં એકથી વધુ પ્રકારની ટૅક્નૉલૉજીનો એકરૂપ…
વધુ વાંચો >ઓજારો (tools)
ઓજારો (tools) સામાન્ય રીતે વસ્તુનાં ઉત્પાદન, મરામત કે ફેરફાર માટે વપરાતાં સાધનો. વસ્તુને કાપીને, ખેંચીને, ટીપીને, ઘસીને અથવા સરાણ પર સજીને તેમાં ફેરફાર થઈ શકે છે. વસ્તુનાં ઉત્પાદન અને મરામતની ક્રિયાઓમાં સામાન્ય રીતે ઓજારોની અનિવાર્યપણે જરૂર પડે છે. જમીન ખેડતો ખેડૂત, ચણતરકામ કરતો કડિયો, સુથારી કામ કરતો સુથાર કે ઑપરેશન…
વધુ વાંચો >ઓઝા, હસમુખ પ્રાણશંકર
ઓઝા, હસમુખ પ્રાણશંકર (જ. 7 ફેબ્રુઆરી 1917, ધોળકા; અ. 4 ઑગસ્ટ 1985, અમદાવાદ) : ગુજરાતના એક ઉત્તમ કોટિના બહુવિધ ઇજનેર, તકનીકી લેખક તથા સક્ષમ વહીવટકર્તા. મધ્યમ વર્ગના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના શિક્ષણપ્રેમી કુટુંબમાં તેમનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધોળકામાં લઈ, ભાવનગરથી મેટ્રિક. ગણિત પ્રત્યે ખાસ આકર્ષણ હોવાથી ભારતની પ્રતિષ્ઠિત રૉયલ…
વધુ વાંચો >કાર્યપ્રણાલી-સંશોધન
કાર્યપ્રણાલી-સંશોધન (Operational Research) : ઇજનેરી અને ઔદ્યોગિક સંચાલન જેવી જટિલ પ્રણાલીઓને ગણિતના વ્યાપક વિનિયોગ દ્વારા વર્ણવતી કાર્યપદ્ધતિ. કાર્યપ્રણાલી-સંશોધન (OR) બીજા વિશ્વયુદ્ધની ફલશ્રુતિ છે. યુદ્ધમાં ટાઇમ-બૉમ્બના ઉપયોગ માટે અને જુદી જુદી વ્યૂહરચનાઓ માટે કાર્યપ્રણાલી-સંશોધનનો ઉપયોગ થયો હતો. યુદ્ધ બાદ ઉદભવેલી આર્થિક મંદીના ઝડપી સુધારા માટે યુ.કે.માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાં…
વધુ વાંચો >કોમ્પ્યૂટર (કમ્પ્યૂટર)
કોમ્પ્યૂટર (કમ્પ્યૂટર) : વિવિધ કાર્યક્રમમાં આપેલી સૂચના અનુસાર માહિતીસંગ્રહ અને માહિતીપ્રક્રમણ માટેનું વીજાણુસાધન. તે સંજ્ઞાઓનું ઝડપથી અને ચોકસાઈપૂર્વક રૂપાંતર કરી શકતું મશીન છે. 1970 પછી ભારતમાં કોમ્પ્યૂટરનો બહોળો વિકાસ થયો છે અને વિશ્વના વિકસિત દેશોએ વિજ્ઞાનની આ શાખામાં કરેલ પ્રગતિ સાથે ભારતે તાલ મેળવી લીધેલ છે. એટલું જ નહિ; પરંતુ…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ટૂલ અને ડાઈની બનાવટ
ટૂલ અને ડાઈની બનાવટ : મશીનમાં વપરાતાં જુદાં જુદાં સાધનો જેવાં કે ડાઈ, જિગ, ફિક્સ્ચરો વગેરેની બનાવટ. ટૂલ અને ડાઈની બનાવટ માટે કુશળ કારીગરી, ધીરજ અને ચોકસાઈની જરૂર પડે છે. ઉત્પાદિત વસ્તુમાં મળતી ચોકસાઈનો આધાર મશીન પર વપરાતાં ટૂલ અને ડાઈની ચોકસાઈ પર રહે છે. આજે અનેક પ્રકારની વસ્તુઓ(રસોડામાં વપરાતાં…
વધુ વાંચો >ટૅક્નૉલૉજી
ટૅક્નૉલૉજી : કુદરતી ખનિજ અને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મુખ્યત્વે વિજ્ઞાનની મદદથી માનવસુખાકારી માટે તથા પરિસ્થિતિની જરૂરિયાત મુજબ સંરક્ષણ અને અન્ય સેવાઓ સારુ ઉપયોગી સાધનસામગ્રીના નિર્માણ માટેની પ્રક્રિયા. વિજ્ઞાન કુદરતની ભૌતિક ક્રિયાની સમજ આપે છે અને ટૅક્નૉલૉજી આ સમજનો આધાર લઈ વસ્તુનિર્માણની પ્રક્રિયાઓ વિકસાવે છે. વિજ્ઞાનનો વિકાસ ટૅક્નૉલૉજીના વિકાસમાં મદદરૂપ થાય છે.…
વધુ વાંચો >ડીઝલ, રૂડૉલ્ફ
ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા. તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ…
વધુ વાંચો >ડ્રિલ
ડ્રિલ : દાગીનામાં છિદ્ર પાડવા માટેનું એક યાંત્રિક ઓજાર. છિદ્ર પાડવાની ક્રિયાને ડ્રિલિંગ કહે છે; તે ડ્રિલિંગ યંત્ર ઉપર થાય છે. દાગીનાના પ્રકારને ધ્યાનમાં લઈ લેથ ઉપર પણ તે ક્રિયા થાય છે. પદાર્થ કે દાગીના ઉપર અવલંબિત, ડ્રિલનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : (1) કાર્બન સ્ટીલ ડ્રિલ, હાઈસ્પીડ…
વધુ વાંચો >