ગજેન્દ્રવન ના. ગોસાઈ
એસોસિયેશન (વનસ્પતિ)
એસોસિયેશન (વનસ્પતિ) : વનસ્પતિ-પરિસ્થિતિવિજ્ઞાનના અભ્યાસમાં વનસ્પતિસમાજોના વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ. અમેરિકન પ્રણાલિકા પ્રમાણે ઉદભવ પામેલી ક્લીમેંટ્સની પદ્ધતિ હાલમાં બહોળો ફેલાવો ધરાવે છે. ક્લીમેંટ્સ(1916)ના મત મુજબ વનસ્પતિસામાજિક (phytosociological) ષ્ટિએ વનસ્પતિસમાજમાં મુખ્યત્વે નીચે પ્રમાણેના ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિનિર્માણ (plant formation), (2) સંગઠન (association), (3) સહવાસ (consociation),…
વધુ વાંચો >જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર)
જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર) : સમગ્ર પૃથ્વીના તલના 73 % ભાગમાં વિવિધ રૂપે આવેલાં પૃથ્વી ઉપરનાં જલ ધારણ કરતાં માધ્યમો. જલાવરણમાં મુખ્યત્વે સમુદ્ર, નદી, સરોવર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આવા વિસ્તારમાં ખાસ કરીને અકાર્બનિક પદાર્થો સજીવોને મળે છે; જેનો ઉપયોગ કરીને સજીવો પોતાની રોજબરોજની જૈવિક ક્રિયાઓ કરે છે. સજીવોના જીવનમાં એક…
વધુ વાંચો >જીવજનન (biogenesis)
જીવજનન (biogenesis) : માત્ર સજીવો નવા સજીવોને જન્મ આપી શકે છે, આવા મતનું પ્રતિપાદન કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ ક્યારેય નિર્જીવ ઘટકોમાંથી સ્વયંસ્ફુરણથી સજીવ જન્મ પામતા નથી. અગાઉ એવી માન્યતા હતી કે નિર્જીવ ઘટકોમાંથી સ્વયંપરિવર્તન દ્વારા નવા સજીવો જન્મે છે. આ ભ્રામક સિદ્ધાંતને અજીવજનનવાદ (abiogenesis) કહેતા; પરંતુ લૂઈ પાશ્ચરના પ્રયોગોએ…
વધુ વાંચો >જુનીપેરેસી
જુનીપેરેસી : અનાવૃત બીજધારી વર્ગના (gymnosperm) શંકુદ્રુમ (conifer) સમૂહનું એક કુળ. આ કુળમાં 75 જેટલી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં આ કુળની પ્રજાતિઓ વધુમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. વૃક્ષો અથવા ક્ષુપો, પર્ણો ચિરલગ્ની, સન્મુખ અથવા ભ્રમીરૂપ, મોટે ભાગે નાનાં અને શલ્ક જેવાં, કેટલીક વાર દ્વિરૂપી; વનસ્પતિ એકગૃહી. નર શંકુ…
વધુ વાંચો >જેન્શિયાનેસી
જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે. પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો…
વધુ વાંચો >જૈવ પ્રકાર
જૈવ પ્રકાર (Biotype) : શરીરમાં આવેલા જનીનો એકસરખા હોય તેવા સજીવોનો કુદરતી સમૂહ. એક જ જાતિ(species)માં આવેલા હોય અથવા બંધારણની ર્દષ્ટિએ સરખા હોવા છતાં, દેહધાર્મિક, જૈવરાસાયણિક અને રોગજનક (pathogenic) લાક્ષણિકતાઓમાં ભિન્નતા હોય તેવા સજીવોના સમૂહનો પણ જૈવ પ્રકારમાં સમાવેશ થાય છે; પરંતુ, જો આ સમૂહ વિશિષ્ટ પર્યાવરણમાં રહેવા અનુકૂળ થયેલા…
વધુ વાંચો >