ઈસ્માઈલ કરેડિયા

ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી

ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી (ઈ. સ. 1549 – ઈ. સ.1594) : મુઘલ શહેનશાહ અકબરના સમયના ઇતિહાસકાર. હિંદના ઇતિહાસોમાં પ્રખ્યાત એવા ઇતિહાસ-પુસ્તક ‘તબકાતે અકબરી’ના કર્તા. તેમના પિતા ખ્વાજા મુકીય હરવી મુઘલ શાહ બાબરના અંગત કારભારી હતા. ગુજરાતના હાકેમ મીરજા અસકરીના વજીર તરીકેની પણ તેમણે સેવાઓ આપેલી. નિઝામુદ્દીન બખ્શીને શાહી સેવાનો લાભ…

વધુ વાંચો >

ગીલાની, હકીમ અબુલ ફતહ

ગીલાની, હકીમ અબુલ ફતહ (ઈ.સ.ની સોળમી સદી) : અકબરના દરબારના વિદ્વાન. ઈશ્વરી વિદ્યા અને હિકમતમાં નિપુણ મૌલાના અબ્દુર્રઝ્ઝાક ગીલાનીના પુત્ર. 1566–67માં ગીલાન પ્રાંત પર ઈરાનના શાહ તેહમાસ્પ સફવીનો કબજો થયો ત્યારે ત્યાંના હાકેમે મૌલાના અબ્દુર્રઝ્ઝાકને બંદી બનાવ્યા અને કેદખાનામાં જ તેમનું મૃત્યુ થયું. શહેનશાહ અકબરના રાજ્યઅમલના વીસમા વર્ષ દરમિયાન (1575)…

વધુ વાંચો >

‘તાલીબ’ આમુલી

‘તાલીબ’ આમુલી (જ. ?; અ. 1625) : જાણીતા ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાન આમુલ નામના પરગણામાં થયો હતો. તેમનું નામ મુહમ્મદ અને કવિનામ ‘તાલીબ’ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું હતું. 23 વર્ષની વયે તેમણે ભૂમિતિ, ગણિત, તર્કશાસ્ત્ર, તસવ્વુફ, જ્યોતિષ તથા સુલેખનકળામાં  નિપુણતા પ્રાપ્ત કરી હતી. કવિ તરીકેની તેમની…

વધુ વાંચો >

‘તુઝૂકે બાબુરી’

‘તુઝૂકે બાબુરી’ : મુઘલ શાસક બાબરે (1483–1530) રચેલું સાહિત્ય. 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવીને બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. પિતા ઉમર શેખ મીરજા તૈમૂર બેગના ચોથા વંશજ અને માતા કુતલૂકનિગાર ખાનમ ચંગીઝખાનનાં તેરમાં વંશજ હતાં. પિતાના આકસ્મિક મૃત્યુ પછી બાબરે 12 વર્ષની નાની વયે ફરઘાનાની ગાદી સંભાળી. સફળ…

વધુ વાંચો >

દકીકી

દકીકી (જ. 10મી સદી; અ. 977) : ઈરાનના સામાની વંશનો છેલ્લો કવિ. આખું નામ અબુ મનસૂર મુહમ્મદ બિન એહમદ દકીકી તૂસી. સામાની વંશના બીજા કવિઓમાં રૂદકી પછી તે આવે. કેટલાકે તેનું વતન બલ્ખુ બુખારા કે સમરકંદ જણાવ્યું છે. બીજા મત મુજબ તે તૂસમાં જન્મ્યો હતો અને બલ્ખનો નિવાસી હતો. દકીકીને…

વધુ વાંચો >

નઝીરી નીશાપુરી

નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા.…

વધુ વાંચો >

નાસિર ખુસરવ

નાસિર ખુસરવ (જ. 28 ઓગસ્ટ 1004, કુબાદિયાન, જિ. બલ્ખ; અ. 1088, યમકાન) : સલ્જૂક યુગના ખ્યાતનામ ફારસી કવિ અને વિદ્વાન. તેમનું પૂરું નામ હકીમ અબુ મુઈન નાસિર બિન ખુસરવ બિન હારિસ. તેમણે સલ્જૂક રાજ્યમાં મર્વ શહેરમાં સરકારી સેવા બજાવી હતી અને ‘અદીબ’ તેમજ ‘દ્બીરે ફાઝિલ’ જેવાં ઉપનામો રાખ્યાં હતાં. 43…

વધુ વાંચો >

નિઝામિયા

નિઝામિયા : વિદ્યાકેન્દ્ર સમી સંસ્થા. સલ્જુકી શાહ અલપ અરસલાન તથા મલેકશાહના દરબારના પ્રસિદ્ધ રાજપુરુષ, વહીવટકર્તા અને રાજનીતિજ્ઞ વજીર નિઝામ-ઉલ-મુલ્ક તૂસી સાથે નિઝામિયા સંબંધ ધરાવે છે. આ ઉદાર વિદ્યા-ઉત્તેજક વઝીરે બસરા, બલ્ખ, બગદાદ, નિશાપુર, હિરાત, ઇસ્ફહાન તથા મર્વ અને બીજાં અનેક કેન્દ્રોમાં નિઝામિયા નામથી મહાન શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને પોતાના સમયના વિદ્વાનોએ…

વધુ વાંચો >

નિઝામી સમરકંદી (બારમી સદી)

નિઝામી સમરકંદી (બારમી સદી) : ફારસી સાહિત્યના સલ્જુકયુગની પ્રસિદ્ધ ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ (ચાર નિબંધ) (1155)ના કર્તા. પૂરું નામ નિઝામુદ્દીન અથવા નજમુદ્દીન અહમદ બિન ઉમર બિન અલી, પણ નિઝામી અરૂઝી સમરકંદી તરીકે જાણીતા સલ્જુકયુગના આ એક પ્રખ્યાત ગદ્યકાર સમરકંદનિવાસી હતા. બારમી સદીના વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમની ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ને…

વધુ વાંચો >

નેઅમતખાન, ‘આલી’

નેઅમતખાન, ‘આલી’ (જ. ; અ. 1710, દિલ્હી) : ભારતના પ્રસિદ્ધ ફારસી લેખક અને કવિ. મૂળ નામ મિરઝા નૂરુદ્દીન મુહમ્મદ. તેમના પિતાનું નામ હકીમ ફત્હુદ્દીન શીરાઝી હતું. તેમના પિતા તેમને શીરાઝ લઈ ગયા, જ્યાં બધા જ પ્રકારનું પ્રચલિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ પાછા ફર્યા. શાહજહાંએ તેમની જવાહિરખાતાના દારોગા તરીકે નિમૂણક કરી.…

વધુ વાંચો >