ઈન્દુભાઈ દવે
અર્શ (આયુર્વેદ)
અર્શ (આયુર્વેદ) : ગુદાની વલીઓમાં ઉત્પન્ન થતા માંસાંકુરોને લીધે થતો કષ્ટદાયક રોગ. ગુદમાર્ગનો અવરોધ થતાં અપાનવાયુ અને મળપ્રવૃત્તિની રુકાવટ થાય છે, જે પ્રતિલોમ પામીને વ્યાનવાયુ સાથે ભળી જઈ તે વ્યક્તિનો જઠરાગ્નિ મંદ કરી નાખે છે. મંદાગ્નિ થતાં તેમાંથી આમની વૃદ્ધિ થાય છે અને આહાર રસ દ્વારા ધાતુઓને સમ્યક્ પોષણ મળતું…
વધુ વાંચો >ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર)
ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર) : ક્ષરણ અને ક્ષણનની પ્રક્રિયા. ‘तत् क्षरणात् क्षणनाद् वा क्षार:’ – ધાતુઓનું ક્ષરણ અને ક્ષણન કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષરણ એટલે દુષ્ટ માંસ વગેરેના તેમજ દોષોના અવરોધોને દૂર કરવા તે. ત્વચા, માંસ વગેરે ધાતુઓનો નાશ કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષારમાં ત્રિદોષઘ્ન,…
વધુ વાંચો >ગુદમાર્ગના રોગો અને સારવાર
ગુદમાર્ગના રોગો અને સારવાર : અપાનવાયુના નિવાસસ્થાનમાં કોઈ પણ પ્રકારના અવરોધથી થતા રોગો. આમાં નીચે મુજબના રોગો થવા સંભવ હોય છે : 1. અર્શ, 2. ભગંદર, 3. ગુદભ્રંશ તથા 4. ગુદવિદાર. 1. અર્શ : દોષોને કારણે ગુદાની માંસલ ત્વચામાં ઉત્પન્ન થનાર માંસાંકુરને અર્શ કહે છે. આ માંસાંકુર જ્યારે ગુદામાં ઉત્પન્ન…
વધુ વાંચો >ભગંદર (fistula in ano) (આયુર્વેદ)
ભગંદર (fistula in ano) (આયુર્વેદ) : ગુદા અને તેની આસપાસની પેશીઓમાં થતો કષ્ટસાધ્ય રોગ. આચાર્ય સુશ્રુતે તે દુ:શ્ચિકિત્સ્ય હોવાથી તેની અષ્ટ મહાવ્યાધિમાં ગણના કરેલ છે. ‘ભગંદર’ શબ્દની વ્યુત્પત્તિમાં મુખ્યત્વે ભગ + દર (દારણ) શબ્દનો સમાવેશ થાય છે. આચાર્ય સુશ્રુતના મતાનુસાર દારણવત્ પીડા અર્થાત્ પેશીઓમાં કંઈક કપાતું હોય તેવી પીડા ભગવિસ્તારમાં…
વધુ વાંચો >રંગ અવધૂત
રંગ અવધૂત (જ. 21 નવેમ્બર 1898, ગોધરા; અ. 19 નવેમ્બર 1968, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : નારેશ્વરના લોકપ્રિય અવધૂતી સંત. મૂળ નામ પાંડુરંગ. ગોધરામાં સ્થિર થયેલા મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ વતની રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના. પિતાનું નામ વિઠ્ઠલ વળામે અને માતાનું નામ રુક્મિણી. પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન…
વધુ વાંચો >