અરુંધતી દેવસ્થળે

તુકારામ

તુકારામ (જ. 1608, દેહૂ, પુણે પાસે; અ. 1649, ઇન્દ્રાયણી) : વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં જન્મ. પિતાનું નામ બોલ્હોબા અને માતાનું નામ કનકાઈ. પરિવારની અટક આંબિલે. કુટુંબનો વ્યવસાય વેપાર. તેમની…

વધુ વાંચો >

દળવી, જયવંત

દળવી, જયવંત (જ. 1925, અરવલી, કોંકણ; અ. 1994, મુંબઈ) : વિખ્યાત મરાઠી લેખક. તેમણે નવલકથા, નાટક, નવલિકા, પ્રવાસવર્ણન તથા એકાંકી – એમ સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા. કૉલેજના પ્રથમ વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું એટલે કૉલેજ છોડી આંદોલનમાં ભાગ લીધો. આંદોલન પૂરું થતાં લોકસેવામાં સક્રિય બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસમાં…

વધુ વાંચો >

દાંડેકર, ગોપાલ નીલકંઠ

દાંડેકર, ગોપાલ નીલકંઠ (જ. 8 જુલાઈ 1916, પરતવાડા, જિ. અમરાવતી; અ. 1 જૂન 1998) : મરાઠી લેખક. વાર્તા, નવલકથા, ઇતિહાસ, સંસ્કૃતિના અભ્યાસી તથા કીર્તનકાર. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું…

વધુ વાંચો >

દેવલ, ગોવિંદ બલ્લાળ

દેવલ, ગોવિંદ બલ્લાળ (જ. 13 નવેમ્બર 1855, હરિપુર, જિ. સાંગલી; અ. 14 જૂન 1916) : મરાઠી રંગભૂમિના આદ્ય નાટકકાર તથા નાટ્ય-દિગ્દર્શક. એમના બે મોટા ભાઈઓ નાટ્યકલામાં પ્રવીણ હોવાથી એમને નાનપણથી જ નાટકમાં રસ હતો. 1878માં મૅટ્રિક પાસ થઈને બેલગાંવના સુવિખ્યાત નાટકકાર અણ્ણા-સાહેબ કિર્લોસ્કરના સંપર્કમાં આવ્યા અને એમની નાટ્યપ્રવૃત્તિનો આરંભ થયો.…

વધુ વાંચો >

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’ (જ. 11 સપ્ટેમ્બર 1901, મૂર્તિજાપુર; અ. 1982; નાગપુર) : મરાઠી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ નાગપુરમાં. બી.એ., એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. ત્યારપછી નાગપુર ખાતે સમાજશિક્ષણ-વિભાગના સંચાલક તરીકે કામ કર્યું. ત્યાર બાદ દિલ્હી ખાતેના નૅશનલ ફંડામેન્ટલ એજ્યુકેશન સેન્ટરના નિયામક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી…

વધુ વાંચો >

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ (જ.10 નવેમ્બર 1904, નાગપુર; અ. 17 નવેમ્બર 1961, દિલ્હી) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. અંગ્રેજી વિષય લઈને બી.એ. નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ ક્રમે પાસ થયાં. પછી અંગ્રેજી સાહિત્યના વિશેષ અધ્યયન માટે લંડન ગયાં. ત્યાં અંગ્રેજીમાં પ્રથમ વર્ગમાં બી.એ. કર્યા પછી નાગપુરની મૉરિસ કૉલેજમાં 1931–55 દરમિયાન અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં.…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત (જ. 11 ડિસેમ્બર 1899, અમરાવતી; અ. 1986) : મરાઠી લેખક. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. (1925) અને પછી પુણે વિશ્વવિદ્યાલયમાંથી એલએલ.બી.-(1927)ની પરીક્ષા આપ્યા પછી વકીલાત શરૂ કરી. યુવાનવયથી જ રાજકારણમાં રસ હતો. અને એથી 1921, 1932 અને 1942ના સ્વાતંત્ર્યસંગ્રામમાં એમણે ભાગ લીધો. 1932 અને 1942ના આંદોલનમાં ભાગ લેવા બદલ…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ (જ. 8 નવેમ્બર 1919, મુંબઈ; અ. 12 જૂન 2000, પુણે) : મરાઠીના ઉત્કૃષ્ટ કોટિના હાસ્યલેખક, નાટ્યકાર, રંગભૂમિ તથા ચલચિત્ર જગત સાથે અભિનેતા, સંગીતકાર, પટકથાલેખક તથા દિગ્દર્શક તરીકે નજીકથી સંકળાયેલા કલાકાર. શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત હતા. પિતાના મૃત્યુને કારણે બી.એ. થયા પછી નોકરીએ લાગી ગયા. સાથે સાથે મહાન…

વધુ વાંચો >

દેસાઈ, રણજિત

દેસાઈ, રણજિત (જ. 8 એપ્રિલ 1928, કોયના; જિ. સાતારા, અ. 6 માર્ચ 1992, મુંબઈ) : મરાઠી લેખક. ટૂંકી વાર્તા, નવલકથા તથા નાટકના પ્રસિદ્ધ લેખક. એમણે માધ્યમિક શિક્ષણ સાતારામાં લીધું ને આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક પછી આગળ ભણી શક્યા નહિ. એ શાળામાં હતા ત્યારે ‘પ્રસાદ’ નામના મરાઠી માસિકે વાર્તાસ્પર્ધા યોજી હતી.…

વધુ વાંચો >

નાટ્યનિકેતન

નાટ્યનિકેતન : મરાઠી નાટ્યસંસ્થા. વીસમી સદીના બીજા દશકાના અંત સુધી મરાઠી નાટકોના ક્ષેત્રે સંગીતનાટકોનું પ્રચલન હતું. સંવાદો ગીતોમાં જ થતા અને સ્ત્રીપાત્રોનો અભિનય પણ પુરુષનટો જ કરતા. આ સંગીતના જાદુમાંથી નાટકને મુક્ત કરવા તથા નાટ્યકલાની શાસ્ત્રીય તાલીમ આપવા માટે નાટ્યવિદ મો. ગ. રાંગણેકર જેવા કુશળ અભિનેતા, દિગ્દર્શક તથા નાટકકાર અને…

વધુ વાંચો >