અરવિંદ દરજી

અતિસંવેદનશીલતા

અતિસંવેદનશીલતા (hypersensitivity) : બાહ્ય પદાર્થ સામે રક્ષા માટેનો શરીરનો પ્રતિભાવ. તેને અતિપ્રતિગ્રાહ્યતા અથવા ઍલર્જી પણ કહે છે. સૂક્ષ્મ જીવો, પ્રોટીનયુક્ત ખોરાક, પરાગરજ વગેરે તરફ વ્યક્તિઓ અતિસંવેદનશીલ હોઈ શકે. આ પદાર્થો પ્રતિજન (antigen) અથવા ઍલર્જન તરીકે કાર્ય કરે છે. તેમના શરીરમાંના પ્રથમ પ્રવેશને સમયે શરીરમાંનું પ્રતિરક્ષાતંત્ર (immune system) કાર્યરત થાય છે.…

વધુ વાંચો >

અર્ધઆયુષ

અર્ધઆયુષ (half-life period) : વિકિરણધર્મી (radio-active) સમસ્થાનિકના પરમાણુકેન્દ્રોના અર્ધજથ્થાના વિઘટન (disintegration) કે ક્ષય (decay) માટે લાગતો સમય અથવા રેડિયોઍક્ટિવ પદાર્થના નમૂનાનાં દર સેકન્ડે થતાં વિઘટનોની સંખ્યા અડધી થવા માટેનો સમય. દા.ત., રેડિયમ–226નું અર્ધઆયુષ 1,600 વર્ષ છે. એટલે આ સમયના અંતે રેડિયમ–226ના મૂળ જથ્થાનો અડધો ભાગ વિઘટિત (રેડૉન–222 + હીલિયમ–4માં) થઈ…

વધુ વાંચો >

અર્ધપ્રતિજન

અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule)…

વધુ વાંચો >

અવશોષણ

અવશોષણ (absorption) : એક દ્રવ્યનું બીજા દ્રવ્ય વડે શોષણ (દા.ત., વાયુનું પ્રવાહીમાં શોષણ, શાહીચૂસ વડે શાહીનું શોષણ વગેરે) અથવા કોઈ માધ્યમમાંથી પસાર થતા વિકિરણ(radiation)ની ઊર્જાનું તે માધ્યમ વડે થતું શોષણ. અવશોષણ દ્રવ્યના સમગ્ર જથ્થાને અસર કરે છે, જ્યારે અધિશોષણ (adsorption) ફક્ત સપાટી પૂરતું મર્યાદિત રહે છે. તરંગરૂપ (અથવા કણરૂપ) વિકિરણ…

વધુ વાંચો >

અવાયુજીવી

અવાયુજીવી (anaerobes) : પર્યાવરણમાં ઑક્સિજન હોય કે ન હોય તોપણ અજારક શ્વસન (anaerobic respiration) દ્વારા કાર્યશક્તિ પ્રાપ્ત કરી જૈવિક કાર્યો કરનાર જીવીઓ. જોકે આવા કેટલાક સૂક્ષ્મ સજીવો ઑક્સિજનની હાજરીમાં, જારક (aerobic) શ્વસનપ્રક્રિયા કરી શકે છે. તેવા સૂક્ષ્મ સજીવોને વિકલ્પી વાયુજીવી(facultative anaerobes) કહે છે; પરંતુ ચુસ્ત અવાયુજીવીઓ (obligate anaerobes) આણ્વિક ઑક્સિજનની…

વધુ વાંચો >

અંગારિયો

અંગારિયો (Smut) : યુસ્ટિલેજિનેલ્સ ગોત્રની ફૂગ દ્વારા લાગુ પડતો એક પ્રકારનો રોગ. આ રોગથી યજમાન વનસ્પતિ પર કાળા મેશ જેવા બીજાણુઓનો જથ્થો ઉત્પન્ન થાય છે, જે ભૂકી સ્વરૂપે જોવા મળે છે તેથી તેને અંગ્રેજીમાં ‘સ્મટ’ (મેશ) કહે છે. ગેરુ-ફૂગ(rust fungi)ની જેમ આ ફૂગ ધાન્યો અને ઘાસની ઘણી જાતિઓને ચેપ લગાડે…

વધુ વાંચો >

ઇમ્યૂનોગ્લોબ્યુલિન

ઇમ્યૂનોગ્લોબ્યુલિન (Ig) : હાનિકારક બાહ્ય પદાર્થો એટલે કે પ્રતિજનો(antigens)નો સંપર્ક થતાં તેના પ્રતિકાર રૂપે શરીરમાં ઉત્પન્ન થતા ગ્લૉબિનના અણુઓ. ઇમ્યૂનોગ્લૉબ્યુલિનમાં બે હળવી અને બે ભારે – એમ પ્રોટીનોની કુલ ચાર શૃંખલાઓ હોય છે. ભારે શૃંખલાના પાંચ પ્રકાર છે : આલ્ફા (α), ડેલ્ટા (δ), એપ્સિલોન (∑), ગેમા (γ) અને મ્યુ (μ).…

વધુ વાંચો >

ક્યૂ-જ્વર

ક્યૂ-જ્વર (Q-fever) : રિકેટ્સિયાસી કુળના Coxiella burneti બૅક્ટેરિયાના ચેપથી ઉદભવતો તાવના જેવો રોગ. પશુધન અને તેનાં દૂધ, માંસ, ખાતર અને ઊન જેવાં ઉત્પાદનો સાથે સંકળાયેલી વ્યક્તિઓ સામાન્યપણે આ રોગથી પીડાય છે. જૂ, ચાંચડ, ઈતડી જેવા લોહીચૂસક સંધિપાદો વડે આ રોગનો ફેલાવો થાય છે. જાનવરના સંપર્કમાં આવેલી ધૂળથી પણ માનવને આ…

વધુ વાંચો >