અમૃતભાઈ વલ્લભભાઈ ગજ્જર

આંકડાશાસ્ત્ર

આંકડાશાસ્ત્ર : વૈજ્ઞાનિક, વ્યાપારી, ઔદ્યોગિક અને અન્ય વ્યાવહારિક ક્ષેત્રોમાંથી એકત્ર કરેલી માહિતીનું પૃથક્કરણ કરી જે તે ક્ષેત્રના નીતિવિષયક નિર્ણય કે અનુમાન તારવવાનો શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક કસબ. ઓગણીસમી સદીમાં યુરોપના દેશોમાં (ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં) વિજ્ઞાન, વાણિજ્ય, ઉદ્યોગ અને ઇજનેરી ક્ષેત્રોમાં વ્યાપક ધોરણે ઝડપી પ્રગતિ થઈ. તેના પરિણામે ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં.…

વધુ વાંચો >

આંકડાશાસ્ત્રીય અનુમાન

આંકડાશાસ્ત્રીય અનુમાન વિતરણ વિધેય F (x; θ) દ્વારા સૂચિત સંભાવના પરિરૂપ-(model)ના અજ્ઞાત પ્રાચલ કે પ્રાચલોના અવલોકન હેઠળના યર્દચ્છ ચલ પર મેળવેલ માહિતીના આધારે આગણન (estimation) કરવાની અથવા અજ્ઞાત પ્રાચલો વિશે કરેલ નિરાકરણીય પરિકલ્પનાનું પરીક્ષણ કરી તેનું સમર્થન યા ઇન્કાર કરવાની આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ પ્રયોજવાનો કસબ. આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિઓની મદદથી વ્યવહારલક્ષી શાસ્ત્રોના…

વધુ વાંચો >

ખત્રી, સી. જી.

ખત્રી, સી. જી. (જન્મ : 4 ઑગસ્ટ 1931, પાટણ (ઉ.ગુ.); અ. 31 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતના વિશ્વવિખ્યાત આંકડાશાસ્ત્રી. આખું નામ ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી. પિતાનો વ્યવસાય પરંપરાગત હાથવણાટનો. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી. તેમણે ભારે પરિશ્રમ અને મુશ્કેલી વેઠી તેમની શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કર્યું હતું. પાટણની માધ્યમિક શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >

બહુચલીય વિશ્લેષણ

બહુચલીય વિશ્લેષણ (Multivariate analysis) વ્યક્તિ અથવા વસ્તુઓ કે માનવીય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલાં ચલલક્ષણો (x1, x2, ………, xp), p ≥ 1 પર જુદા જુદા સમયે કે પ્રસંગે પુનરાવર્તિત પ્રયોગો કે અન્વેષણ કરી પ્રાપ્ત થયેલી બહુચલીય માહિતી પરથી વ્યક્તિ કે વસ્તુની સમષ્ટિના ગુણધર્મો કે માનવીય પ્રક્રિયાના ગુણધર્મો વિશે અનુમાન કે નિર્ણય તારવવા…

વધુ વાંચો >

મહાલેનોબીસ મૉડેલ

મહાલેનોબીસ મૉડેલ : વિખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહાલેનોબીસે ભારતના આર્થિક આયોજન દ્વારા દેશનો ઝડપી વિકાસ સાધવાની દિશામાં ઉપયુક્ત ગણાય તેવાં રજૂ કરેલ મૉડેલ. 1. ભારતના આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આયોજનની વિચારધારાની નક્કર ભૂમિકા 1919ની રશિયન ક્રાંતિ પછી બંધાઈ. 1934માં તત્કાલીન મૈસૂર રાજ્યના ઘડવૈયા અને વિખ્યાત ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયાએ ભારતના ઝડપી…

વધુ વાંચો >

યાદૃચ્છિક પ્રક્રિયાઓ (stochastic random processes)

યાદૃચ્છિક પ્રક્રિયાઓ (stochastic random processes) ભૌતિક ર્દષ્ટિએ યાદૃચ્છિક પ્રક્રિયા અમુક રાશિની કિંમતમાં સમય અથવા સ્થળ અનુસાર યાદૃચ્છિક રીતે થતી વધઘટનો સંભાવના સિદ્ધાંત દ્વારા થતા અભ્યાસનો નિર્દેશ કરે છે. સૌપ્રથમ યાદૃચ્છિક પ્રક્રિયા અને તેની સાથે સંબંધિત પદોની વ્યાખ્યા જોવી જરૂરી છે. ધારો કે X સંભાવના અવકાશ (Ω, ℑ, P) પર વ્યાખ્યાયિત…

વધુ વાંચો >

સમયશ્રેણી (Time series)

સમયશ્રેણી (Time series) : કોઈ પણ ચલરાશિ Y પર સમયની જુદી જુદી કિંમતો માટે મળતાં ક્રમબદ્ધ અવલોકનોની શ્રેણી. કેટલીક કુદરતી, જૈવિક, ભૌતિક અને અર્થવિષયક પ્રક્રિયાઓનાં અભ્યાસ અને સંશોધન સમયશ્રેણી પર આધારિત હોય છે; જેમ કે, (i) કૃષિઅર્થશાસ્ત્રના સંશોધક દ્વારા એકત્રિત થતાં છેલ્લાં 20 વર્ષના સરકારે જાહેર કરેલા ઘઉંના ટેકારૂપ ભાવની…

વધુ વાંચો >

હોટેલિંગ હેરોલ્ડ

હોટેલિંગ, હેરોલ્ડ (જ. 29 સપ્ટેમ્બર 1895, ફુલ્ડા, મિનેસોટા; અ. 26 ડિસેમ્બર 1973) : કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ગાણિતિક મૉડલ્સનો ઉપયોગ કરી નવી દિશા દાખવનાર અર્થશાસ્ત્રી. તેમનો શાળાકીય અભ્યાસ વતનમાં પૂર્ણ કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં જોડાયા અને 1919માં બી.એ. તથા 1921માં એમ.એ.ની પદવી ગણિતશાસ્ત્રના વિષય સાથે પ્રાપ્ત કરી. વૉશિંગ્ટન…

વધુ વાંચો >