અભિજિત વ્યાસ

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ)

અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ) (જ. 9 સપ્ટેમ્બર 1967, અમૃતસર) : ફિલ્મ અભિનેતા. અક્ષયકુમારનું મૂળ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. પણ ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે ઓળખાય છે. એમના પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટીયા પંજાબી હિન્દુ છે. હરિઓમ ભાટિયા આર્મીમાં સર્વિસ કરતા હતા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં પસાર…

વધુ વાંચો >

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન (જ. 27 ડિસેમ્બર 1965, ઇંદોર) : ફિલ્મ અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ઇંદોરમાં 26 ડિસેમ્બરના રોજ થયો હતો. એના પિતા સલીમખાન હિન્દી ફિલ્મોના એક જાણીતા સ્ક્રિન-પ્લે લેખક છે. સલમાનનાં માતા સુશીલા ચરક એક હિન્દુ હતાં…

વધુ વાંચો >

ઍનિમલ (ફિલ્મ)

ઍનિમલ (ફિલ્મ) : ‘ઍનિમલ’ એ 2023ના ડિસેમ્બરમાં રજૂ થયેલી એક અત્યંત સફળ હિન્દી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન સંદીપ રેડી વાંગાએ કર્યું છે. ફિલ્મની અદાકારી રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને ત્રીપ્તી દીમરીએ કરી છે. ફિલ્મનાં ગીતો જુદા જુદા ગાયકોએ ગાયાં છે જેમાં એ. આર. રહેમાનનો પણ સમાવેશ…

વધુ વાંચો >

કપૂર કરીના

કપૂર, કરીના (જ. 21 સપ્ટેમ્બર 1980, મુંબઈ, મહારાષ્ટ્ર) : જાણીતાં અભિનેત્રી. ભારતીય સિનેમાના પહેલા કુટુંબ તરીકે કપૂર પરિવાર ઓળખાય છે. પિતા રણધીર કપૂર અને માતા બબીતા કપૂર બંને ફિલ્મોનાં અદાકારો. કરીનાનો જન્મ એવા પરિવારમાં થયો છે જ્યાં કુટુંબના બધા સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા હતા. દાદા રાજ કપૂર અને પરદાદા પૃથ્વીરાજ…

વધુ વાંચો >

કપૂર રણબીર ઋષિ

કપૂર, રણબીર ઋષિ (જ. 28 સપ્ટેમ્બર 1982) : ફિલ્મ અભિનેતા. કપૂર એટલે ભારતીય સિનેમાનું પ્રથમ કુટુંબ. એ કુટુંબની એક વિશિષ્ટ ઓળખ ભારતીય સિનેમા જગતમાં છે. અને અભિનેતા રણબીર કપૂર આ કુટુંબની પાંચમી પેઢીનું પ્રતિનિધિત્વ ભારતીય સિનેમામાં કરી રહ્યા છે. આ જ કુટુંબના રણબીર કપૂરના દાદા રાજ કપૂર, પરદાદા પૃથ્વીરાજ કપૂર…

વધુ વાંચો >

કપૂર શાહિદ પંકજ

કપૂર શાહિદ પંકજ (જ. 25 ફેબ્રુઆરી 1981, ન્યૂ દિલ્હી) : ફિલ્મ અભિનેતા. શાહિદ કપૂર જાણીતા અભિનેતા પંકજ કપૂર અને કથક નૃત્યાંગના અને અભિનેત્રી નીલિમા અઝીઝનો પુત્ર છે. શાહિદનાં માતા-પિતા તેની ત્રણ વર્ષની ઉંમરે અલગ થઈ ગયાં હતાં. શાહિદનો ઉછેર તેની માતા પાસે થયો છે. શાહિદ દસ વર્ષનો હતો ત્યારે તેની…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

પદુકોણ દીપિકા

પદુકોણ દીપિકા (જ. 5 જાન્યુઆરી 1986, કોપનહેગન, ડેન્માર્ક –) : જાણીતાં અભિનેત્રી. દીપિકા પદુકોણ એ જાણીતા બૅડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી છે. એમનાં માતાનું નામ ઉજ્જ્વલા પદુકોણ. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. કોંકણી બોલી બોલે છે. દીપિકાનું બાળપણ અને યુવાની બૅંગાલુરુમાં પસાર થયાં. પિતાની જેમ તે પણ સ્કૂલ–કૉલેજના દિવસોમાં…

વધુ વાંચો >

બ્રુક, પિટર

બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં.…

વધુ વાંચો >

ભટ્ટ આલિયા

ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી. આલિયા ભટ્ટ એ ગુજરાતી  મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં…

વધુ વાંચો >