અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે
આબોહવા
આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ-અમદાવાદ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIM) : ઉચ્ચ-સ્તરીય વ્યવસ્થાપન અને તેની વિકસતી કાર્યપદ્ધતિઓ અંગે અધ્યયન અને સંશોધન કરતી તેમજ તે અંગેની તાલીમ આપતી સંસ્થા. અમદાવાદ ખાતે આ સંસ્થાની સ્થાપનામાં વિશ્વવિખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. અમદાવાદની આ સંસ્થા દેશની આ પ્રકારની સર્વપ્રથમ સંસ્થા છે. ભારત…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ : ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા. તેનું મુખ્ય મથક પુણે વિશ્વવિદ્યાલયના ભૂગોળ વિભાગમાં છે. દેશના જાણીતા ભૂગોળ-વિશારદ ડૉ. કે આર. દીક્ષિતની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરતી આ સંસ્થાનાં ધ્યેયો તથા હેતુઓ : (1) બધા સ્તરે…
વધુ વાંચો >ઉદ્યાચા સંસાર (1936)
‘ઉદ્યાચા સંસાર’ (1936) : પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર પ્રહલાદ કેશવ અત્રેનું નાટક. કરુણ અને ગંભીર સ્વરૂપના આ નાટકમાં ડૉ. વિશ્રામ અને કરુણાના દુ:ખપૂર્ણ સંસારનું ચિત્રણ છે. કરુણાનો પતિ ડૉ. વિશ્રામ બુદ્ધિમાન પણ વ્યસની ને બેજવાબદાર હોવાને લીધે સાત્વિક તથા માયાળુ સ્વભાવની કરુણાનું સુખમય સંસાર વિશેનું સ્વપ્ન છિન્નભિન્ન થાય છે, એટલું જ…
વધુ વાંચો >ઉલ્કા (1934)
ઉલ્કા (1934) : વિખ્યાત મરાઠી લેખક વિ. સ. ખાંડેકરે આત્મકથનાત્મક શૈલીમાં લખેલી સામાજિક નવલકથા. તેના કેન્દ્રસ્થાને છે તેની નાયિકા ઉલ્કા. તે પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા એક આદર્શવાદી શિક્ષકની બુદ્ધિમાન પુત્રી છે. તે સાહિત્યરસિક, કવિતાની ચાહક અને કંઈક અંશે સ્વપ્નોમાં જીવતી, સાત્વિક મનોવૃત્તિ તથા સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી છે. ઉલ્કાને પ્રેમમાં બે…
વધુ વાંચો >ઉષ:કાલ (1895-1897)
ઉષ:કાલ (1895-1897) : મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપ્ટેની પ્રથમ ઐતિહાસિક નવલકથા. તે 1895થી 1897 દરમિયાન ‘કરમણૂક’ સામયિક ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી. તેમાં મરાઠાશાહીના ઉદયકાળનું રોમહર્ષક ચિત્ર છે. દસ વર્ષથી સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હરિભાઉ 1895માં ઐતિહાસિક નવલકથા તરફ વળે છે. 1890થી ન્યા. મૂ. રાનડે, ન્યા. મૂ. તેલંગ અને ઇતિહાસાચાર્ય રાજવાડે…
વધુ વાંચો >કણવિભંજનક્રિયા
કણવિભંજનક્રિયા : ખડકોના અપક્ષયની પ્રક્રિયા. ખડકોની સપાટીના ધોવાણ પૂર્વે વિયોજન તથા વિઘટનની પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. આ બંને પ્રક્રિયાઓ સમન્વિત (integrated) સ્વરૂપની હોય છે. વિયોજન એ ખડકોના નૈસર્ગિક વિભંજનની પ્રક્રિયા છે જ્યારે વિઘટન તેનાં ખનિજોના રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે તથા તે…
વધુ વાંચો >કર્વે ઇરાવતી દિનકર
કર્વે, ઇરાવતી દિનકર (જ. 15 ડિસેમ્બર 1905, બ્રહ્મદેશ; અ. 11 ઑગસ્ટ 1970, પુણે) : સુવિખ્યાત માનવશાસ્ત્રજ્ઞ, સમાજશાસ્ત્રજ્ઞ તથા લેખિકા. પિતા બ્રહ્મદેશમાં ઇજનેરના પદ પર સરકારી નોકરીમાં હતા. 1920માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1926માં પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી…
વધુ વાંચો >કલિતા, દંડિનાથ
કલિતા, દંડિનાથ (જ. 30 જૂન 1890, તેજપુર, અ. 15 મે 1955) : સુવિખ્યાત અસમિયા સાહિત્યકાર. વ્યવસાયે શિક્ષક. સાહિત્યસાધના ખાસ શોખનો વિષય. કવિતામાં સવિશેષ રુચિ. તેમની કવિતાઓ મુખ્યત્વે હાસ્યરસ તથા વ્યંગપ્રધાન. ‘રાહગરા’ (1916), ‘રાગર’ (1916), ‘દીપ્તિ’ (1925), ‘બહુરૂપી’ (1926), ‘બિનાર ઝંકાર’ (1951) તેમના કાવ્યસંગ્રહો છે. ‘આસામ-સંધ્યા’ (1949) બ્લેંક વર્સમાં લખેલું એ…
વધુ વાંચો >કળણભૂમિ (ભૂગોળ)
કળણભૂમિ (ભૂગોળ) : પાણીના ભરાવાવાળો, કાદવકીચડ અને ભેજવાળી ભૂમિનો પ્રદેશ. તેમાં સંપૂર્ણપણે અથવા અંશત: પાણી, તાજી અથવા સડેલી વનસ્પતિ તથા જમીનના બનેલા વિશાળ કાંઠાળ વિસ્તારો હોય છે. સપાટી પર તેમાં પાણીના સમતલ પ્રદેશનો ભાસ થાય છે. કળણભૂમિના પ્રદેશમાં વૃક્ષો તથા જંગલો હોય છે તો કાદવવાળી, નીચાણની ભેજવાળી જમીન અને પોચી…
વધુ વાંચો >