અનુ. બળદેવભાઈ કનીજિયા

રસખાન

રસખાન (જ. 1540, દિલ્હી; અ. 1630) : હિંદી ભક્તકવિ. તેમના જીવન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ શાહી પરિવારમાં થયાનું કહેવાય છે. ‘દો સૌ વૈષ્ણવોં કી વાર્તા’ અનુસાર તે ગોસ્વામી વિઠ્ઠલનાથના શિષ્ય હતા અને તેમણે ગોસ્વામી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના બોધ પર આધારિત ભગવાન કૃષ્ણનાં ભક્તિગીતો રચ્યાં હતાં; પરંતુ ચંદ્રબલી પાંડેના…

વધુ વાંચો >

રાઇટ, ફ્રૅન્ક લૉઇડ

રાઇટ, ફ્રૅન્ક લૉઇડ (જ. 1867, રિચલૅન્ડ સેન્ટર, મિશિગન; અ. 1959) : મહાન આધુનિક અમેરિકન સ્થપતિ. વિસ્કૉન્સિનમાં સિવિલ ઇજનેરીમાં અભ્યાસ. તેમની કલાસાધના 60થી વધુ વર્ષ સુધી પ્રસરેલી છે. અને તે કોઈ રીતે ચીલાચાલુ, પરંપરાજડ કે રૂઢિબદ્ધ રહી નથી. શરૂઆતમાં તેઓ તેમના સતત પ્રશંસાપાત્ર સ્થપતિ લૂઇસ સલિવાન સાથે સંકળાયા હતા. નવી બાંધેલી…

વધુ વાંચો >

રામલિંગેશ્વર મંદિર (1480)

રામલિંગેશ્વર મંદિર (1480) : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાડીપત્રી ખાતે આવેલાં બે પ્રખ્યાત મંદિરો પૈકીનું એક. તે બગ્ગા રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. બીજું મંદિર ચિન્તાલા વેંકટરામન (1509-42) તરીકે જાણીતું છે. બંને મંદિરો પશુ અને અચેતન વસ્તુઓનાં ચિત્રો-શિલ્પો વડે વિપુલ પ્રમાણમાં સુશોભિત કરવામાં આવ્યાં છે. રામલિંગેશ્વર મંદિરના સંકુલમાં ઉત્તર અને…

વધુ વાંચો >

રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ

રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ (જ. 1888, યૂટ્રેક્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 1964) : સ્થપતિ અને ફર્નિચર-ડિઝાઇનર. સુથારના પુત્ર. પિતા પાસેથી તાલીમ લીધી. પછી તે કૅબિનેટ રચવામાં ગૂંથાયા. કાષ્ઠ-કારીગર તરીકે કામગીરી શરૂ કરીને 1911માં યૂટ્રેક્ટમાં તેની કાર્યશાળા સ્થાપી. સ્થાપત્યવિષયક અભ્યાસ કર્યા બાદ 1918માં તેમણે ‘રેડ-ઍન્ડ-બ્લૂ’ ખુરસી તરીકે જાણીતા તેમના પોતાના ફર્નિચરની ડિઝાઇન શરૂ કરી.…

વધુ વાંચો >

વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી)

વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી) (જ. 14 ઑક્ટોબર 1952, યેલન્દુર, જિ. મૈસૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને લેખિકા. તેઓ ઘણી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. તેમણે અત્યાર સુધીમાં 12 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અંતરંગદા મૃદંગ’ (1989); ‘ઓલારાગ’ (1991); ‘બડુકિના બન્નાગલુ’ (1993); ‘શિશુગણ’ (1993) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘બંડનાડ…

વધુ વાંચો >