અનુ. પરંતપ પાઠક
બાયઝ બૅલૉટનો નિયમ
બાયઝ બૅલૉટનો નિયમ (Buys Ballat’s Law) : ભૂમિ અને સમુદ્ર પર હવાના દબાણની જુદી જુદી પરિસ્થિતિ દરમિયાન પવનની દિશા નક્કી કરવા માટેનો નિયમ. ઘણાંબધાં અવલોકનોના પૃથક્કરણ પછી ઈ. સ. 1837માં ડચ હવામાનશાસ્ત્રી બાયઝ બૅલૉટે અનુભવબળે (empirically) આ નિયમ નક્કી કર્યો હતો. આ નિયમ આ પ્રમાણે છે : ‘ઉત્તર ગોળાર્ધમાં પવનની…
વધુ વાંચો >બોફૉર્ટ માપક્રમ
બોફૉર્ટ માપક્રમ (Beaufort scale) : ભૂમિ અને સમુદ્ર પરના હવામાનની આગાહી માટે, સમુદ્રની સપાટી પરથી વાતા પવન અંગે માહિતી આપતો માપક્રમ. પહેલાંના સમયમાં એ માટે કોઈ વ્યવસ્થિત પદ્ધતિ નહોતી. 1838માં બ્રિટિશ નૌસેનાના અધિકારી ફ્રાંસિસ બોફૉર્ટે પવનનું બળ નક્કી કરવા માટે ભૂમિ અને સમુદ્ર પર પવનના સંઘાત(impact)થી થતી અસરો ઉપર આધારિત…
વધુ વાંચો >ભૂવિક્ષેપી પવન
ભૂવિક્ષેપી પવન (geostrophic wind) : સૈદ્ધાંતિક ર્દષ્ટિએ આદર્શ ગણાતા વાતાવરણના આ પવનો છે. પૃથ્વીની ચક્રગતિની અસરથી ‘કોરિયોલિસ’ બળ નામનું આભાસી બળ પેદા થાય છે. ચક્રગતિના અસરકારક વધારા સાથે ‘કૉરિયૉલિસ’ બળમાં વધારો થાય છે. વિષુવવૃત્ત ઉપર આ બળ શૂન્ય હોય છે અને ધ્રુવો ઉપર મહત્તમ હોય છે. ‘કૉરિયૉલિસ’ બળને લીધે પવનની…
વધુ વાંચો >ભેજ
ભેજ (humidity) : વાતાવરણમાં પાણીના બાષ્પની સાંદ્રતા. વાતાવરણનો ભેજ વાતાવરણમાં રહેલ જલબાષ્પ સાથે સંબંધ ધરાવે છે. વાતાવરણમાં જલબાષ્પનું પ્રમાણ અત્યંત પરિવર્તનીય હોય છે. અને હવામાનની જુદી જુદી પરિસ્થિતિ માટે તે કારણભૂત હોય છે. સૂર્ય અને પૃથ્વી દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્માકીય પાર-રક્ત વિકિરણ- (thermal infra-red radiation)નું શોષણ કરીને જલબાષ્પ હવાનું તાપમાન…
વધુ વાંચો >