અનિલ સોનેજી

આર્થિક વૃદ્ધિ અને વિકાસ

આર્થિક વૃદ્ધિ અને વિકાસ રાષ્ટ્રીય ઉત્પાદનની સપાટી વધારવા સાથે સમગ્ર અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરવાની એકધારી, નિયમિત પ્રક્રિયા. અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં ગુણાત્મક માળખાગત ફેરફારને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાતા હોય તોપણ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વૃદ્ધિની પ્રક્રિયા એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં થતા…

વધુ વાંચો >

જાહેર અર્થવિધાન

જાહેર અર્થવિધાન : સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓની આવક અને જાવકનાં આર્થિક પાસાંનો સમીક્ષાત્મક અભ્યાસ. જાહેર અર્થવિધાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા-પંચાયતો કે ગ્રામ-પંચાયતો જેવાં જાહેર સત્તા-મંડળોની આવક અને જાવકના અભ્યાસનો સમાવેશ પણ કરવામાં આવે છે. ઓગણીસમી સદીમાં અને તે પહેલાં ‘પોલીસ-રાજ્ય’ તરીકે ઓળખાતા રાજ્યનાં મુખ્ય…

વધુ વાંચો >

ટ્રેડ યુનિયન

ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને…

વધુ વાંચો >

દુષ્કાળ

દુષ્કાળ : અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે ઊભું થતું અન્નસંકટ. આહારની ચીજોની લાંબો સમય ચાલતી તીવ્ર તંગી, જેને પરિણામે લોકો મોટી સંખ્યામાં ભૂખમરો ભોગવે અને મૃત્યુપ્રમાણ વધી જાય. લોકો ખેતી કરીને સ્થિર વસવાટ કરતા થયા ત્યારથી દુષ્કાળો પડતા આવ્યા છે. નોંધવામાં આવેલો સહુથી જૂનો દુષ્કાળ ઇજિપ્તમાં ઈ. સ. પૂર્વે 3500માં પડેલો.…

વધુ વાંચો >

બેકારી

બેકારી : વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ હોય અને કામ કરવાની ઇચ્છા હોય, પરંતુ તેને પ્રવર્તમાન વેતનના દર પ્રમાણે કામ ન મળતું હોય ત્યારે તે વ્યક્તિ બેકાર છે તેમ કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ બેકાર હોય ત્યારે આ બેકારી તેના માટે એક ગંભીર વ્યક્તિગત પ્રશ્ન ગણાય, પરંતુ આવા થોડાઘણા લોકો…

વધુ વાંચો >

બોનસ

બોનસ : કામદારોને માલિકો દ્વારા ચૂકવવામાં આવતું વધારાનું વળતર. ઔદ્યોગિક કામદારોને તેમની કામગીરીના બદલામાં અમુક નિશ્ચિત રકમનું વેતન ચૂકવવામાં આવતું હોય છે; પરંતુ જ્યારે કામદારો સારી કામગીરી બજાવે અને તેને લીધે કારખાનાનો નફો વધે ત્યારે આવો વધારાનો નફો રળી આપવામાં કામદારોએ પણ મહત્વનું પ્રદાન કરેલું છે તેવી લાગણી વ્યક્ત કરવા…

વધુ વાંચો >

રોજગાર વિનિમય કચેરી

રોજગાર વિનિમય કચેરી : નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી. ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકોને નોકરીની જરૂર હોય છે, પરંતુ પોતાને જેની જરૂર છે તેવી નોકરી કઈ જગ્યાએ મળી શકે તેમ છે તેની માહિતી તેમને હોતી નથી. પરિણામે કાં તો…

વધુ વાંચો >