અનંત ર. શુક્લ

ક્રેન, સ્ટીફન

ક્રેન, સ્ટીફન (જ. 1 નવેમ્બર 1871, નેવાર્ક, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 5 જૂન 1900, બેડનવીલર બેડન, જર્મની) : અમેરિકન નવલકથાકાર, કવિ અને ટૂંકી-વાર્તાકાર. પિતા મેથડિસ્ટ પાદરી. શાળાનો અભ્યાસ પૂરો કરીને, ન્યૂયૉર્ક જઈને તેમણે પ્રથમ ‘ટ્રિબ્યૂન’માં અને ત્યાર બાદ ‘હૅરલ્ડ’માં સેવા આપી. ત્યાર બાદ 1893માં તેમણે પ્રથમ નવલકથા ‘મૅગી, અ ગર્લ…

વધુ વાંચો >

ક્રેન હાર્ટ (હૅરલ્ડ)

ક્રેન, હાર્ટ (હૅરલ્ડ) (જ. 21 જુલાઈ 1899, ઓહાયો; અ. 27 એપ્રિલ 1932, લંડન) : અમેરિકન કવિ. તેમનું મોટા ભાગનું જીવન ન્યૂયૉર્ક શહેરમાં વ્યતીત થયું હતું. માતાપિતાના દુ:ખી લગ્નજીવનનો તેમને ઊંડો ખેદ હતો. દારૂની આદત અને ન્યૂયૉર્ક શહેરની મોંઘવારીએ તેમના જીવનને ડહોળી નાખ્યું હતું. 33 વર્ષની યુવાનવયે તેમણે સમુદ્રમાં ઝંપલાવી જીવનનો…

વધુ વાંચો >

મેરેડિથ, જ્યૉર્જ

મેરેડિથ, જ્યૉર્જ (જ. 12 ફેબ્રુઆરી 1828, પૉટર્સ્મથ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 મે 1909, બૉક્સહિલ, સરે) : આંગ્લ કવિ અને નવલકથાકાર. પૉટર્સ્મથ, સાઉથ સી અને ત્યારબાદ નેઉવીડ, જર્મનીમાં અભ્યાસ. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી, માત્ર 17 વર્ષની વયે લંડનના સૉલિસિટરને ત્યાં વકીલાતની તાલીમ લીધી. પરંતુ, જ્યૉર્જને કાનૂની ઝંઝટ કરતાં લેખનમાં…

વધુ વાંચો >

મૉમ, વિલિયમ સમરસેટ

મૉમ, વિલિયમ સમરસેટ (જ. 25 જાન્યુઆરી 1874, પૅરિસ, ફ્રાન્સ; અ. 16 ડિસેમ્બર 1965) : ખ્યાતનામ ફ્રેન્ચ સર્જક. ફ્રાન્સમાંના બ્રિટનના દૂતાવાસના કાનૂની સલાહકાર. પિતાના છ પૈકીના ચોથા પુત્ર. માત્ર 8 વર્ષની વયે માતાનું પ્રસૂતિ દરમિયાન અવસાન. માતાના આ અવસાનની ઘેરી અસર કદાચ લેખકના મન ઉપર કાયમ રહી અને તેથી જ તેમની…

વધુ વાંચો >

લિટર્જિકલ નાટક (liturgical drama)

લિટર્જિકલ નાટક (liturgical drama) : મધ્યયુગમાં, બાઇબલની કથાઓના આધારે લખાયેલ અને સંતપુરુષોના જીવન વિશેની વાત રજૂ કરતું ચર્ચમાં અથવા તો ચર્ચની નજીક ક્યાંક ભજવવામાં આવતું નાટક. અલબત્ત, આનાં મૂળ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓના કર્મકાંડમાં હતાં; આમ છતાં આવાં નાટકો ચર્ચની સેવાઓના અનિવાર્ય અંગ તરીકે ભજવાતાં ન હતાં. લિટર્જિકલ નાટકની ભાષા સામાન્યત:…

વધુ વાંચો >

લૉવેલ, રૉબર્ટ

લૉવેલ, રૉબર્ટ (જ. 1 માર્ચ 1917, બૉસ્ટન; અ. 12 સપ્ટેમ્બર 1977, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે મુખ્યત્વે માનવી સામેના મહત્વના પડકારો અને મૂંઝવનારા પ્રશ્ર્નો તેમનાં કાવ્યોમાં વણી લીધા છે. લૉવેલનું બાળપણ બૉસ્ટનમાં પસાર થયું. તેમનાં માતાપિતા ન્યૂ ઇંગ્લૅન્ડના પ્રતિષ્ઠિત ખાનદાનનાં સંતાન હતાં. તેમણે શિક્ષણ હાર્વર્ડમાં  અને…

વધુ વાંચો >