નંદરાય (જ. 1791 સોર, કાશ્મીર; અ. 1876) : કાશ્મીરી કવિ. એમણે નાનપણથી જ ગીતા, શૈવ સાહિત્ય તથા પુરાણોનું અધ્યયન કર્યું હતું. એમણે રહસ્યવાદી તેમજ શિવભક્તિનાં કાવ્યો રચ્યાં છે. એ પરમાનંદ તખલ્લુસથી ભારતવર્ષમાં જાણીતા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એ પરમાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા. એમનાં કાવ્યોમાં એમણે આત્મજ્ઞાનનું મહત્ત્વ દર્શાવ્યું છે. એ શૈવ સંપ્રદાયના શ્રેષ્ઠ વ્યાખ્યાકાર…

વધુ વાંચો >

નંદલાલ (જ. 1909; અ. 1993) : ભારતીય શહનાઈવાદક. પિતા સુદ્ધરામ તથા દાદા બાબુલાલ તેમના જમાનાના જાણીતા શહનાઈવાદક હતા. પિતા બનારસ રિયાસતના દરબારી સંગીતકાર હતા. બનારસ ખાતે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધા પછી પિતાના માર્ગદર્શન હેઠળ શહનાઈવાદનની તાલીમ શરૂ કરી અને ત્યારબાદ દિલ્હીના શહનાઈવાદક ઉસ્તાદ છોટેખાં પાસેથી થોડો સમય શિક્ષણ લીધું. કોઈ પણ વાદ્ય પર પ્રભુત્વ…

વધુ વાંચો >

નંદવંશ : ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં ઉત્તર ભારતના મૌર્યવંશ પૂર્વેનો રાજવંશ. પુરાણો પ્રમાણે નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. આ વંશના નવ રાજાઓ થઈ ગયા. તેઓમાં છેલ્લો રાજા ધનનંદ હતો. તેણે ઈ. સ. પૂ. 364થી ઈ. સ. પૂ. 324 સુધી રાજ્ય કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર કર્ટિયસના જણાવ્યા પ્રમાણે મહાપદ્મનંદ વાળંદ (નાપિક) હતો. જૈન ગ્રંથ ‘પરિશિષ્ટ પર્વન્’…

વધુ વાંચો >

નંદા, ઈશ્વરચન્દર (જ. 1892; લાહોર; અ. 1972) : પંજાબી નાટ્યકાર. શિક્ષણ બી.એ. સુધી લાહોરની ડી.એ.વી. કૉલેજમાં. નાનપણથી નાટકો  વાંચવાનો અને જોવાનો શોખ. નાટ્યશાસ્ત્રનો ગહન અભ્યાસ કરી, એમણે નાટકો લખવા માંડ્યાં. એમની પૂર્વે પંજાબી સાહિત્યમાં નાટ્યસાહિત્ય નહિવત્ હતું. એથી એમને પંજાબી નાટ્યસાહિત્યના જન્મદાતા માનવામાં આવ્યા છે. એમણે 1913માં પ્રથમ નાટક ‘દુલ્હન’ લખ્યું, જેને નાટ્ય હરીફાઈમાં પ્રથમ…

વધુ વાંચો >

નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા. તેઓ મુંબઈની નૅશનલ કૉલેજમાં, 1921માં,…

વધુ વાંચો >

નંદાદેવી : ભારતના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં-ગઢવાલ ક્ષેત્રની પશ્ચિમ હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં આવેલું જોડકું શિખર. તે સમુદ્રસપાટીથી લગભગ 7,817 મી.ની ઊંચાઈ ધરાવે છે. તે રાજ્યના ચમોલી જિલ્લામાં 30° 23´ ઉ. અ. અને 79° 59´ પૂ. રે. પર આવેલું છે. તેની નજીકમાં ઉત્તરે દુનાગિરિ, દક્ષિણે નંદાકોટ, ત્રિશૂલ અને પંચ ચુલ્હી શિખરો આવેલાં છે. ગંગા નદીનું મૂળ અહીં…

વધુ વાંચો >

નંદિકેશ્વર : ‘અભિનયદર્પણ’, ‘ભરતાર્ણવ’ વગેરે ગ્રંથોના લેખક. ‘સંગીતરત્નાકર’ તેમને સંગીતના પ્રમાણભૂત આચાર્ય કહે છે. નાટ્યશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્ર – એ ત્રણેના જ્ઞાતા પ્રાચીન લેખક છે. (વ્યાકરણશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવે છે. તેમણે ‘નંદિકેશ્વરકારિકા’ નામનો વ્યાકરણગ્રંથ લખ્યો છે. તંત્રશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવનાર છે.) પરંપરા મુજબ તેઓ ભગવાન શિવના શિષ્ય હતા. ઇન્દ્રના…

વધુ વાંચો >

નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે. શિવપુરાણ તેને શિવનો અવતાર કહે છે. તેના સ્વરૂપ વિશે…

વધુ વાંચો >

નંદીમંડપ : શિવમંદિરમાં નંદીના શિલ્પ માટે બનાવાતો મંડપ. સામાન્ય રીતે તે પ્રવેશમંડપ અને ગર્ભગૃહ કે મુખ્ય પ્રાસાદની ધરી પર બંનેની  વચમાં હોય; પરંતુ દક્ષિણ ભારતનાં અને ખાસ કરીને હોયસળ શૈલીનાં મંદિરોમાં આવી ધરીની દક્ષિણ તરફ સભામંડપની ડાબી બાજુ પણ તે બનાવાયા છે. આ મંડપમાં નંદીની વિશાળ પ્રતિમા મુકાતી અને તે સામાન્ય રીતે એકશૈલ રહેતી. રચનામૂલક…

વધુ વાંચો >

નંદીસૂય (નંદીસૂત્ર) : જૈન આગમોમાં ‘અનુયોગદ્વાર’ નામના સૂત્રગ્રંથની સાથે ‘ચૂલિકાસૂત્ર’ તરીકે ગણના પામેલો આગમોની અપેક્ષાએ અર્વાચીન સૂત્રગ્રંથ. ‘નંદીસૂત્ર’ના લેખક દેવવાચક નામ ધરાવે છે અને તેઓ દુષ્યગણિના શિષ્ય હતા. તેમનો સમય ઈ. સ. ની પાંચમી સદીનો છે. ‘નંદીસૂત્ર’ પર જિનદાસગણિમહત્તરે ચૂર્ણિ નામની ટૂંકી સમજૂતી લખી છે, જ્યારે હરિભદ્ર તથા મલયગિરિએ ‘નંદીસૂત્ર’ પર ટીકાઓ લખી છે. ‘નંદીસૂત્ર’માં…

વધુ વાંચો >