લા કાલ્પ્રનેદ, ગોત્યે દ કૉસ્ત, સેનૉર દ (લૉર્ડ ઑવ્) (જ. 1610, શૅતો ઑવ્ તુલ્ગૉં સાર્લા, ફ્રાન્સ; અ. 1663, ગ્રાન્દ ઍન્દલી) : ફ્રેન્ચ નવલકથાકાર. 17મી સદીના લાગણીપ્રધાન, સાહસિક, કાલ્પનિક, ઐતિહાસિક રોમાન્સકથાઓના અત્યંત લોકપ્રિય લેખક. શિક્ષણ તૂલૂઝમાં. પછીથી લશ્કરી તાલીમ રેજિમેન્ટ ઑવ્ ધ ગાર્ડ્ઝમાં લીધી. લશ્કરી અને સાહિત્યિક કારકિર્દીનો તેમનામાં સંગમ થયો હતો. 1635થી 1641 દરમિયાન તેમણે…

વધુ વાંચો >

લાખાઇઝ, ગૅસ્ટોન (જ. 19 માર્ચ 1882, પૅરિસ, ફ્રાંસ; અ. 18 ઑક્ટોબર 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : સ્નાયુબદ્ધ અને મર્દાના નગ્ન મહિલાઓને શિલ્પમાં કંડારવા માટે જાણીતો બનેલો આધુનિક શિલ્પી. પિતા સુથાર હતા. 1898માં પૅરિસની કળામહાશાળા ઈકોલે દ બ્યુ-આર્ત(Ecole des Beaux-Arts)માં વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. એક અમેરિકન મહિલા સાથે પરણીને તે 1906માં…

વધુ વાંચો >

લાખાજીરાજ (જ. 1883 રાજકોટ; અ. 2 ફેબ્રુઆરી 1930, રાજકોટ) : રાજકોટના પ્રજાવત્સલ, પ્રગતિશીલ અને દેશભક્ત રાજા. એમના પિતા બાવાજીરાજનું 1889માં માત્ર 34 વર્ષની યુવાન વયે આકસ્મિક અવસાન થવાથી લાખાજીરાજ 6 વર્ષની સગીર વયે ગાદીએ બેઠા અને પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ કારભારી મોતીચંદ તુલસી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર વહીવટી સત્તા મળી. તેઓ સૌરાષ્ટ્રના…

વધુ વાંચો >

લાખાણી, રજબઅલી (જ. 22 જુલાઈ 1919, કરાચી (હવે પાકિસ્તાન); અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની અને હિંદુ-મુસ્લિમ એકતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ. મૂળ વતન લીંબડી (સૌરાષ્ટ્ર). સુખી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ ગુલામઅલી જેઓ કેન્દ્ર સરકારના કસ્ટમ ખાતામાં નોકરી કરતા. રજબઅલીનું પ્રાથમિક શિક્ષણ કરાંચી ખાતે. માધ્યમિક શિક્ષણ અંશત: કરાંચી અને અંશત: વતન…

વધુ વાંચો >

લાખિયા, કુમુદિની (જ. 17 મે 1930, મુંબઈ; અ. 12 એપ્રિલ 2025, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક. મૂળ નામ કુમુદિની જયકર. પિતાનું નામ દિનકર તથા માતાનું નામ લીલા. પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્ત્વનું સ્થાન અપાતું હતું. માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી.…

વધુ વાંચો >

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ : જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહે 1946માં જામનગરમાં સ્થાપેલું પુરાતત્વીય મ્યુઝિયમ. જામનગરના લાખોટા સરોવરની વચ્ચે 1839માં બંધાયેલા લાખોટા કોઠી નામના મકાનમાં આ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત છે અને 1960થી તેનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે. જામનગરની આસપાસ આવેલા પીંઢારા, ગાંધવી અને ઘૂમલીમાંથી મળી આવેલા સાતમીથી માંડીને અઢારમી સદી સુધીનાં શિલ્પો આ મ્યુઝિયમના મુખ્ય સંગ્રહમાં સ્થાન પામે…

વધુ વાંચો >

લાખો ફુલાણી : ગુજરાતીમાં કેટલીક રીતે નોંધપાત્ર એવું ચલચિત્ર. કચ્છના ઇતિહાસનું અને કચ્છ-કાઠિયાવાડની લોકકથાનું એક તેજસ્વી પાત્ર કચ્છમાં આવેલ કંથરોટના રાજવી લાખો ફુલાણીનું છે. કહેવાય છે કે ઇતિહાસમાં ‘લાખો’ નામના રાજવીઓ તો ઘણા થઈ ગયા, પણ ‘ફુલાણી’ તો એક જ ! લગભગ અગિયારસો વર્ષ પહેલાં થઈ ગયેલા આ રાજવીએ તે સમયમાં પોતાના રાજ્યમાં ‘ખેડે તેનું…

વધુ વાંચો >

લાગણી (feeling) : સંવેદનો, વિચારો કે અન્ય અનુભવોનું આત્મલક્ષી ભાવાત્મક પાસું. મનુષ્યોના મોટાભાગના અનુભવો સુખદ કે દુ:ખદ હોય છે; કેટલાક અનુભવો તટસ્થ હોય છે. અપવાદરૂપ સંજોગોમાં મનુષ્ય એકીસાથે સુખ અને દુ:ખની મિશ્ર લાગણી અનુભવે છે; દા. ત., કન્યાવિદાયની ક્ષણે અથવા ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશગમન કરતી વખતે. મધ્યમસરનો પ્રકાશ, મંદ અવાજો, સંગીતના સૂરો, હળવો…

વધુ વાંચો >

લાગરલોફ, સેલ્મા (ઑટ્ટિલિયા લૉવિસા) (જ. 20 નવેમ્બર 1858, ઑસ્ટ્રા ઍમ્ટરવિક, વૉર્મલૅન્ડ, મૉર્બાકા, સ્વીડન; અ. 16 માર્ચ 1940, મૉર્બાકા) : સ્વીડિશ નવલકથાકાર. સ્વીડિશ સાહિત્યની તત્કાલીન જીવતીજાગતી દંતકથા અને પેઢી દર પેઢીની ‘સાગા’(saga)નું સ્વરૂપ બની ગયેલ અને સાહિત્ય માટેનું 1909ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્વીડનની પ્રથમ સન્નારી. જગતની તમામ લેખિકાઓમાં આ ઇનામ મેળવનાર પ્રથમ સન્નારી પણ…

વધુ વાંચો >