Posts by Jyotiben
લાઇસોઝાઇમ (Lysozyme)
લાઇસોઝાઇમ (Lysozyme) : માનવઅશ્રુ તેમજ શરીરના અન્ય ભાગમાંથી સ્રવતું એક કુદરતી પ્રતિબૅક્ટેરિયાકારક (antibacterial agent). બૅક્ટેરિયાની દીવાલ લઘુ-શર્કરા (oligo-saccharides) અને નત્રલ પદાર્થો(proteins)ની એક સંકીર્ણ સ્વરૂપની શૃંખલાના સંયોજનથી બનેલી હોય છે. એકાંતરે આવેલ N-acetyl glucose amine (GlcNAC) અને Nacetyl muramic acid (NAM) શર્કરાનું જોડાણ 4 પેપ્ટાઇડ D-amino acidની સાંકળ સાથે થતાં ઉદભવતા આ સંયુક્ત પદાર્થને peptidoglycan કહે…
વધુ વાંચો >લાઉઆની વિવર્તન-આકૃતિઓ
લાઉઆની વિવર્તન-આકૃતિઓ : એક્સ-કિરણોની તરંગપ્રકૃતિ નિશ્ચિત કરતી એક્સ-કિરણોના વિવર્તનની આકૃતિઓ – ભાત (pattern). એક્સ-કિરણોની તરંગલાક્ષણિકતા નક્કી કરવા માટે પ્રો. લાઉઆ અને તેમના સહકાર્યકરોને પ્રાયોગિક નિર્દેશન દ્વારા સફળતા મળી. તેમાં તેમણે સ્ફટિક વડે એક્સ-કિરણોનું વિવર્તન મેળવ્યું. સ્ફટિકમાં પરમાણુઓની ગોઠવણી અત્યંત નિયમિત હોય છે. આવા પરમાણુઓ વડે વિવિધ દિશામાં સમાંતર સમતલો મળે છે. જ્યારે પરમાણુઓની ઘનતા પૂરતા…
વધુ વાંચો >લાઉડ-સ્પીકર (loudspeaker) / સ્પીકર
લાઉડ-સ્પીકર (loudspeaker) / સ્પીકર : ધ્વનિના પુનરુત્પાદનમાં, એક પ્રયુક્તિ કે સાધન; જેના વડે વિદ્યુત-ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં રૂપાન્તર થઈ શકે. તેમાંથી નીકળતો અવાજ ખુલ્લામાં હવાના માધ્યમથી પ્રસરે છે. તેમાં પ્રવેશતી વિદ્યુત-ઊર્જા વિદ્યુત-સંકેત(signal)ના સ્વરૂપમાં હોય છે. આ સંકેતની આવૃત્તિ સામાન્ય શ્રાવ્ય અવધિ એટલે કે 20 હર્ટ્ઝથી માંડીને 20,000 હર્ટ્ઝ સુધીની હોય તો સ્પીકરનો અવાજ સાંભળી શકાય. વળી, જો…
વધુ વાંચો >લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન
લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન [જ. 9 ઑક્ટોબર 1879, ફૅફેનડૉર્ટ (Pfaffendort), ફે બ્લેન્ઝ પાસે; અ. 24 એપ્રિલ 1960, બર્લિન] : સ્ફટિક વડે એક્સ-કિરણોના વિવર્તનની શોધ કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. એક્સ-કિરણોના વિવર્તનથી એક્સ-કિરણોની તરંગ-પ્રકૃતિ નિશ્ચિત થઈ શકી. આ શોધ માટે તેમને 1914માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ફૉન લાઉએ યુનિવર્સિટી ઑવ્ સ્ટ્રાસબર્ગ અને ગોટિંગન ખાતે રહીને…
વધુ વાંચો >લાએ (Lae)
લાએ (Lae) : પાપુઆ ન્યૂ ગિનીના મોરોબે જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 6° 47´ દ. અ. અને 147° 12´ પૂ. રે. દેશના ઈશાન ભાગમાં હુઓનના અખાતને મથાળે મારખમ નદીના મુખ નજીક વસેલું છે. વહાણવટા માટેનું તે મોટું બંદર ગણાય છે. વળી તે મુખ્ય ઔદ્યોગિક મથક હોઈ આજુબાજુના પીઠપ્રદેશને ઘણી ઔદ્યોગિક અને વેપારી પેદાશો…
વધુ વાંચો >લાઑકૂન (અલ ગ્રેકો)
લાઑકૂન (અલ ગ્રેકો) [Laocoon (1604 થી 1614)] : વિખ્યાત સ્પૅનિશ ચિત્રકાર અલ ગ્રેકો દ્વારા 1604થી 1614 સુધીમાં ચિત્રિત જગમશહૂર ચિત્ર. 1506માં મળી આવેલા પ્રાચીન ગ્રીક શિલ્પ ‘લાઑકૂન’ પરથી અલ ગ્રેકોને આ ચિત્ર માટે પ્રેરણા મળેલી. પ્રાચીન ગ્રીક નગર ટ્રૉય ખાતેના એપૉલોના મંદિરના પાદરી/પૂજારી લાઑકૂને મંદિરને ભ્રષ્ટ કર્યું તથા વધારામાં લાઑકૂન અને એના બે કુપુત્રોએ ટ્રોજનને…
વધુ વાંચો >લાઓત્સે
લાઓત્સે (જ. ઈ. પૂ. 604 ? અથવા ઈ. પૂ. 570–517 ?, ક્યુઝીન, હોનાન પ્રાંત; અ. ઈ. પૂ. 531 ?) : ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક. તેમનું ખરું નામ લી હતું. લાઓત્સે એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, પરંતુ વિશેષણ છે, જેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. કોન્ફ્યૂશિયસની પહેલાં, લગભગ 50 વર્ષ પૂર્વે તેઓ થઈ…
વધુ વાંચો >લાઓસ
લાઓસ : અગ્નિ એશિયાનો ચારેય બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો (landlocked) પ્રજાસત્તાક દેશ. તે આશરે 14° 0´ ઉ. તથા 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 100° 0´ પૂ. તથા 107° 05´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો આશરે 2,36,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સીમાઓ ચીન, મ્યાનમાર (બર્મા), થાઇલૅન્ડ, કમ્પુચિયા અને વિયેતનામ – એમ પાંચ દેશોને સ્પર્શે છે. તેને…
વધુ વાંચો >લાકડાવાલા ડી. ટી.
લાકડાવાલા ડી. ટી. (જ. 4 ઑક્ટોબર 1916, સૂરત; અ. 15 એપ્રિલ 1992, આણંદ) : ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. આખું નામ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં લીધું હતું. 1933ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં તેઓ છઠ્ઠા નંબરે ઉત્તીર્ણ થયા હતા. 1937માં અર્થશાસ્ત્ર સાથે બી. એ. કર્યું.…
વધુ વાંચો >લાકલન (Lachlan)
લાકલન (Lachlan) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલી નદી. તે ગ્રેટ ડિવાઇડિંગ રેઇન્જમાંના ક્યુલેરિન નજીકથી નીકળે છે અને આશરે 2,400 કિમી.ની લંબાઈમાં વહી મરુમ્બિગી નદીને મળે છે. મરુમ્બિગીની તે મુખ્ય સહાયક નદી છે. ગુનિંગથી તે 13 કિમી. પૂર્વ તરફ તથા કોવરાથી 48 કિમી. ઉત્તર તરફ આવેલી છે. પાંચ જેટલી બીજી સહાયક નદીઓ લાકલનને…
વધુ વાંચો >