Posts by Jyotiben
લાઇપઝિગ
લાઇપઝિગ : જર્મનીના અગ્નિભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 20´ ઉ. અ. અને 12° 23´ પૂ. રે.. પ્રાંતનો કુલ વિસ્તાર 4,966 ચોકિમી. જેટલો છે. તે લાઇપઝિગ પ્રાંતની રાજધાનીનું સ્થળ પણ છે તથા આર્થિક અને વાણિજ્યવિભાગનું મુખ્ય મથક પણ છે. આ શહેર બર્લિનથી નૈર્ઋત્યમાં આશરે 145 કિમી.ને અંતરે આવેલું…
વધુ વાંચો >લાઇપિડ
લાઇપિડ : જુઓ જૈવિક એકમો.
વધુ વાંચો >લાઇફ ઑવ્ એમિલ ઝોલા
લાઇફ ઑવ્ એમિલ ઝોલા : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1937. નિર્માતા : હેન્રી બ્લૅન્ક. દિગ્દર્શક : વિલિયમ ડિયેટેર્લ (William Dieterle). પટકથા : નૉર્મન રેલી રેને, હેન્ઝ હેરાલ્ડ, ગેઝા હર્ઝેગ (Geza Herczeg). કથા : હેરાલ્ડ અને હર્ઝેગની વાર્તા પર આધારિત. સંગીત : લિયો એફ. ફૉર્બસ્ટિન. મુખ્ય કલાકારો : પૉલ મુનિ, ગેલ…
વધુ વાંચો >લાઇબેરિયા
લાઇબેરિયા : પશ્ચિમ આફ્રિકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 4° 15´થી 8° 30´ ઉ. અ. અને 7° 30´ થી 11° 30´ પ. રે. વચ્ચેનો 1,11,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દેશની પૂર્વ–પશ્ચિમ લંબાઈ 370 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ 338 કિમી. છે, દરિયાકિનારાની લંબાઈ 507 કિમી. જેટલી છે. તેની ઉત્તરે ગિની,…
વધુ વાંચો >લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ
લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ (જ. 1 જુલાઈ 1646, લિપઝિગ; અ. 14 નવેમ્બર 1716, હૅનોવર) : વિદ્વાન જર્મન ફિલસૂફ, અધ્યાત્મવિદ્ અને ન્યૂટનના સમકાલીન ગણિતશાસ્ત્રી. જર્મનીના ત્રીસ વર્ષના મહાવિધ્વંસક યુદ્ધ પછીના ગાળામાં લિપઝિગ(જર્મની)ના પાવન લુથેરન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમણે નિકોલાઈની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા નૈતિક ફિલસૂફી(moral philosophy)ના અધ્યાપક હતા. તેમણે સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું હતું.…
વધુ વાંચો >લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ
લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ : વિશ્વનું સૌથી મોટું ગ્રંથાલય તેમજ યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની સાંસ્કૃતિક સંસ્થા. આ ગ્રંથાલયની સ્થાપના 1800માં વૉશિંગ્ટન ડી.સી.માં થઈ હતી. 1814માં બ્રિટિશ લશ્કરે વૉશિંગ્ટન કબજે કર્યું અને ઘણાંબધાં સરકારી મકાનોને આગ લગાડી. એનો ભોગ આ ગ્રંથાલય પણ બન્યું; જેમાં 3,000 જેટલા ગ્રંથો નાશ પામ્યા. આ ગ્રંથાલયને ફરી સજીવન કરવા માટે ટૉમસ જેફરસન(Thomas…
વધુ વાંચો >લાઇમોનાઇટ
લાઇમોનાઇટ : લોહધાતુખનિજ. જલયુક્ત ફેરિક લોહ ઑક્સાઇડ માટે વપરાતો સામાન્ય શબ્દ. લોહઅયસ્કને નામે જાણીતું બનેલું, કુદરતી અસ્ફટિકમય, દળદાર દ્રવ્ય. અશુદ્ધ ગોઇથાઇટ[FeO(OH)]ને પણ લાઇમોનાઇટ તરીકે ઓળખાવાય છે. જલયુક્ત લોહ ઑક્સાઇડ અને લોહ હાઇડ્રૉક્સાઇડના મિશ્રણથી બનેલી દ્રવ્યશ્રેણી માટે પણ આ શબ્દ વ્યાપક રીતે વપરાય છે. પહેલાં તેને ચોક્કસ બંધારણ(2Fe2O3.3H2O અથવા સમકક્ષ)વાળું ખનિજ મનાતું હતું, પરંતુ હવે તેને…
વધુ વાંચો >લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન
લાઇસન્સ-ટૅક્સ-વિરોધી આંદોલન : સૂરતમાં 1878માં લાઇસન્સ-ટૅક્સના વિરોધમાં થયેલ આંદોલન. બ્રિટિશ સરકારે 1878માં લાઇસન્સ-ટૅક્સ નામનો નવો કર નાખ્યો. દેશના જુદા જુદા પ્રદેશોમાં દુકાળ પડ્યો હતો. તેમાં સરકારે કરેલા ખર્ચને પહોંચી વળવા આ કર નાખ્યો હતો. તેનો પ્રતિકાર કરવાની શરૂઆત મુંબઈના લોકોએ કરી હતી. સૂરતમાં આ નવા કરનો પ્રતિકાર કરવા આંદોલનની શરૂઆત 27મી માર્ચથી થઈ હતી. સૂરતનાં…
વધુ વાંચો >લાઇસિયમ્સ
લાઇસિયમ્સ : સાહિત્ય અને વિજ્ઞાનના શિક્ષણ માટે સ્થપાયેલાં, અમેરિકાની કૉલેજોમાં સ્વતંત્ર રીતે ચલાવાતાં અભ્યાસવર્તુળો. મૅસેચૂસેટ્સની મિલબેરી સંસ્થામાં પ્રથમ અમેરિકન લાઇસિયમ્સની સ્થાપના 1826માં કરવામાં આવેલી. આ વિચાર જોસાયા હૉલબ્રુકનો હતો. તેમની રાહબરી હેઠળ આ સંસ્થાની 100 જેટલી શાખાઓ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ઊભી કરવામાં આવી હતી. ખાસ કરીને પરિપક્વ ઉંમરની વ્યક્તિઓને આ પ્રકારનાં મંડળો દ્વારા…
વધુ વાંચો >લાઇસોજેની
લાઇસોજેની : બૅક્ટેરિયોફાજ નામે ઓળખાતા વિષાણુઓ (virus) યજમાન બૅક્ટેરિયાના શરીરમાં પ્રવેશીને ત્યાં ગુણન પામવાને બદલે તેમના જનીનો યજમાન બૅક્ટેરિયાનાં રંગસૂત્ર સાથે સંયોજન પામી સંયુક્ત જનીન સંકુલ નિર્માણ કરવા સાથે સંકળાયેલી એક વૈશિષ્ટ્યપૂર્ણ પ્રક્રિયા. હંમેશાં વિષાણુઓનો યજમાનના શરીરમાં પ્રવેશ માત્ર જનીનો પૂરતો મર્યાદિત હોય છે. ઉપર્યુક્ત જનીન સંકુલને પ્ર-વિષાણુ (provirus) કહે છે અને પ્ર-વિષાણુયુક્ત બૅક્ટેરિયા-યજમાન, લાઇસોજન…
વધુ વાંચો >