લાઇકેન : લીલ અને ફૂગનું સ્થાયી સાહચર્ય (association) ધરાવતાં રચનાત્મક રીતે સંગઠિત અને સંયુક્ત સજીવો. એકાંગી વનસ્પતિઓમાં લાઇકેન એક વિશિષ્ટ વનસ્પતિસમૂહ છે અને તેની આશરે 18,000 જેટલી જાતિઓ થાય છે. તેનો સુકાય લીલ અને ફૂગનો બનેલો હોય છે. તેઓ પરસ્પર ગૂંથાઈ સંયુક્ત બની સહજીવન ગુજારે છે. તેના સુકાયનો ઘણોખરો ભાગ ફૂગ(mycobiont)નો બનેલો હોય છે, જે …

વધુ વાંચો >

લાઇકેન પ્લેનસ (Lichen planus) : ખૂજલી અને શોથ(inflammation)વાળો ચામડી અને શ્લેષ્મકલા(mucous membrane)નો રોગ. તેની મુખ્ય 3 નિદાનસૂચક લાક્ષણિકતાઓ છે : નમૂનારૂપ ચામડી પરનો સ્ફોટ, શ્લેષ્મકલા પરનો સ્ફોટ અને સૂક્ષ્મપેશીવિકૃતિ (histopathology). ચામડી પર ચપટા માથાવાળી ફોલ્લીઓ તથા ઝીણી સફેદ રેખાઓવાળો, ખૂજલી કરતો અને જાંબુડી રંગ જેવો (violaceous) સ્ફોટ થાય છે, જે ડાબી અને જમણી એમ બંને…

વધુ વાંચો >

લાઇટ ઑવ્ એશિયા, ધ : ચલચિત્ર. હિંદી શીર્ષક : પ્રેમસંન્યાસ. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1925. નિર્માણસંસ્થા : ગ્રેટ ઈસ્ટર્ન ફિલ્મ્સ, એમેલ્કા ફિલ્મ (મ્યૂનિક, જર્મની). દિગ્દર્શક : ફ્રાન્ઝ ઑસ્ટિન. પટકથા : નિરંજન પાલ. કથા : 1861માં પ્રગટ થયેલી એડવિન આર્નોલ્ડની કવિતા પર આધારિત. છબિકલા : જોસેફ વર્શ્ચિંગ, વિવી કિરમિયર. મુખ્ય કલાકારો : હિમાંશુ રાય, સીતાદેવી,…

વધુ વાંચો >

લાઇટનિંગ રિજ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઓપલ(એક ઉપરત્ન, લસણિયા, ક્ષીરસ્ફટિકની ખાણોનું મથક. તે સિડનીથી વાયવ્યમાં આશરે 770 કિમી., વૉલગેટથી ઉત્તરે 75 કિમી. તથા દક્ષિણ ક્વીન્સલૅન્ડની સીમાથી દક્ષિણે 50 કિમી.ના અંતરે આવેલું છે. તે ન્યૂ સાઉથવેલ્સમાં ઓપલની પ્રાપ્તિ માટેનું સારી ઉત્પાદનક્ષમતા ધરાવતું ખાણક્ષેત્ર ગણાય છે; એટલું જ નહિ, પરંતુ દુનિયાભરમાં ઉચ્ચ કક્ષાનાં કાળા…

વધુ વાંચો >

લાઇટ-શિપ : આધુનિક બંદરમાં પ્રવેશતી એપ્રોચ ચૅનલની હદરેખા પૂરેપૂરી અંકિત કરવાનું તેમજ સિગ્નલ-ઉપકરણથી સજ્જ કરવાનું એક મહત્વનું સાધન. બંદરપ્રવેશમાં માર્ગદર્શન માટેનાં સાધનોમાં દીવાદાંડી અને બોયા (buoys) ઉપરાંત લાઇટ-શિપનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધાં સાધનો સિગ્નલો આપે છે. આવા પ્રકારના સિગ્નલોમાં નીચે પ્રમાણેના ગુણધર્મો હોવા જોઈએ : – તે ફરતા અંતરથી સ્પષ્ટ શ્યમાન…

વધુ વાંચો >

લાઇન ટાપુઓ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા, પરવાળાંથી બનેલા ઓછી ઊંચાઈ ધરાવતા છૂટાછવાયા અગિયાર ટાપુઓ. ભૌગોલિક સ્થાન : તે 0° 05´ ઉ. અ. અને 157° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 329 ચોકિમી. (વસ્તીવાળા આઠ ટાપુઓ અને 247 ચોકિમી. વિસ્તારના વસ્તીવિહીન ત્રણ ટાપુઓ) જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિષુવવૃત્તની બંને બાજુએ પથરાયેલા છે. લાઇન ટાપુઓ…

વધુ વાંચો >

લાઇનમ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની એક પ્રજાતિ. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થતી શાકીય અને ક્ષુપીય જાતિઓની બનેલી છે. તેઓ ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણથી ચાર જાતિઓ થાય છે. Linum bienne Mill syn. L. angustifolium Huds અને L. grandiflorum Desf. ઉદ્યાનોમાં શોભનજાતિઓ તરીકે વાવવામાં આવે…

વધુ વાંચો >

લાઇનર : નિયમિત પરિવહન-સેવા આપનાર જહાજ. પૂર્વનિર્ધારિત જળમાર્ગ ઉપર નિશ્ચિત સમયાંતરે વિજ્ઞાપિત દરે પરિવહન-સેવા આપનાર નૌયાન આ છે. ઉતારુ-લાઇનર અને માલવાહક-લાઇનર એમ બે પ્રકારનાં લાઇનર હોય છે. ઉતારુ-લાઇનરો ઝડપી અને સુખસવલતવાળી પ્રવાસ-સેવા આપવામાં અન્યોન્ય સાથે હરીફાઈ કરતાં હોય છે. હવાઈ માર્ગે ઉતારુ પરિવહન-સેવા શરૂ થયા પછી ઉતારુ-લાઇનરના ધંધામાં ઓટ આવી છે. છતાં યુનાઇટેડ કિંગ્ડમનું 65,000…

વધુ વાંચો >

લાઇનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી  બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલીસ, કુળ – લાઇનેસી. આ કુળમાં 14 પ્રજાતિઓ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનું ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. આ…

વધુ વાંચો >