લક્ષ્મીકાન્ત નાટક સમાજ (1917 થી 1938) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની જાણીતી મંડળી. ચંદુલાલ હરગોવનદાસ શાહે એની સ્થાપના કરી. નાટ્યલેખક પ્રભુલાલ દ્વિવેદીરચિત નાટકો ‘અરુણોદય’ (1921), ‘માલવપતિ’ (1924), ‘પૃથ્વીરાજ’ (29 એપ્રિલ 1925), ‘સિરાજુદ્દૌલા’ (1926), ‘સમરકેસરી’ (12 જુલાઈ 1933), ‘યુગપ્રભાવ’ (4 ઑગસ્ટ 1934) અને ‘સજ્જન કોણ ?’ (17 જુલાઈ 1936) તથા મણિલાલ ‘પાગલ’નું નાટક ‘અમર આશા’ (1 મે,…

વધુ વાંચો >

લક્ષ્મીકાન્તમ્, બાલિજેપલ્લી (જ. 1881; અ. 1953) : તેલુગુ નાટ્યકાર અને નવલકથાકાર. તેમણે તેમના પિતા અને મામાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત અને તેલુગુમાં શિક્ષણ મેળવ્યું. મૅટ્રિક પાસ કરીને કર્નૂલની સબ-રજિસ્ટ્રારની કચેરીમાં હેડક્લાર્ક બન્યા. પછી ગંતુરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં અધ્યાપન કર્યું. તેમણે 1922માં ચલાપિલ્લીના રાજા અંકિનિડુ પ્રસાદુ બહાદરના રાજ્યાશ્રય હેઠળ ગંતુર ખાતે ‘ચંદ્રિકા ગ્રંથમાલા’ની રચના કરી. તેઓ મીઠાના સત્યાગ્રહમાં…

વધુ વાંચો >

લક્ષ્મીકાન્તમ્મા, ઉતુફુરી (જ. 1917) : તેલુગુનાં સર્વતોમુખી લેખિકા અને પ્રભાવક વક્તા. બાલસાહિત્યના ક્ષેત્રે અગ્રણી એવા તેમના પિતા નાલમ કૃષ્ણરાવ પાસેથી તેમને સાહિત્યનો વારસો મળ્યો હતો. બાળપણથી તેમણે સંગીત અને ચિત્રકામ જેવી લલિત કલાઓમાં ખૂબ રસ લીધો. તેમણે સંસ્કૃતમાં પ્રવીણતા મેળવી અને વિશેષ યોગ્યતા સાથે બંનેમાં ‘ભાષાપ્રવીણ’ની પરીક્ષા પાસ કરી. યુવાન વયે તેઓ રામકૃષ્ણ પરમહંસ, રમણ…

વધુ વાંચો >

લક્ષ્મીનરસિંહમુ, ચિલકમાર્તી (જ. 1867, ખાંડવલ્લી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ; અ. 1946) : તેલુગુ અને સંસ્કૃત નાટ્યકાર તથા નવલકથાકાર. 1886માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. પછી દૃષ્ટિની અત્યંત ખામીને કારણે કૉલેજ-અભ્યાસ છોડવો પડ્યો; પરંતુ તેમની યાદશક્તિ અજબની હતી, જે તેમની મૂલ્યવાન સંપત્તિ પુરવાર થઈ. તેમણે લોકો મારફત બંને  તેલુગુ અને સંસ્કૃતના પ્રશિષ્ટ ગ્રંથો વંચાવ્યા અને થોડા વખતમાં…

વધુ વાંચો >

લક્ષ્મીનારાયણ રસ : એક આયુર્વેદિક ઔષધિ. યોગરત્નાકર, રસતંત્રસાર અને સિદ્ધયોગસંગ્રહમાં તેની નિર્માણવિધિનું નિરૂપણ છે. ઔષધઘટકો : શુદ્ધ હિંગળોક, અભ્રકભસ્મ, શુદ્ધ ગંધક, ફુલાવેલ ટંકણખાર, શુદ્ધ વછનાગ, નગોડનાં બીજ, અતિવિષ, લીંડીપીપર, સિંધાલૂણ અને કડાછાલ – આ 10 દ્રવ્યો સમભાગે લેવાય છે. પ્રથમ ખરલમાં હિંગળોક અને ગંધકને બારીક રીતે ઘૂંટવામાં આવે છે. વછનાગને બીજા ખરલમાં પાણી નાંખી ઘૂંટાય…

વધુ વાંચો >

લક્ષ્મીનારાયણસ્વામી (જ. 1916, બૅંગ્લોર; અ. 1981) : કન્નડ ભાષાના ઉત્તમ લેખક, વૈજ્ઞાનિક અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘હસુરુ હોન્નુ’ (ગ્રીન ગૉલ્ડ, 1976) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમના પિતા ડી. વી. ગુંડપ્પા ખ્યાતનામ લેખક અને પંડિત હતા અને તેમને પણ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. સ્વામીએ મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…

વધુ વાંચો >

લક્ષ્મીપ્રસાદ, ય. (જ. 24 નવેમ્બર 1953, ગુરીવાડા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : હિંદી અને તેલુગુ લેખક અને અનુવાદક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી.ની પદવીઓ મેળવી તેમજ તેલુગુમાં પીએચ.ડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. પછી તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં હિંદીના રીડર નિમાયા. તેઓ 1986–87 દરમિયાન આંધ્રપ્રદેશ હિંદી અકાદમીના સભ્ય; 1986થી ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલયમાં તથા 1990થી માહિતી…

વધુ વાંચો >

લક્ષ્મીબાઈ (રાણી) (જ. 16 નવેમ્બર 1835, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 16 જૂન 1858, ગ્વાલિયર) : ઝાંસીની રાણી, 1857ના વિપ્લવનાં બહાદુર સેનાપતિ અને વીર મહિલા-યોદ્ધા. તેમનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમણે પુત્રીનું નામ મનુબાઈ પાડ્યું હતું. મોરોપંત, પેશવા બાજીરાવ બીજાના…

વધુ વાંચો >

લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર : એશિયા ખંડની મોટામાં મોટી શારીરિક શિક્ષણની તાલીમ સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ઑગસ્ટ 1957માં ગ્વાલિયરમાં થઈ હતી. એટલે કે જ્યારે ભારતમાં 1857માં થયેલ ‘સ્વાતંત્ર્ય-સંગ્રામ’ની શતાબ્દીની ઉજવણી થતી હતી તે સમયે આ સંસ્થા સ્થપાઈ હતી. ભારતનાં મહાન વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું અને મહાન વીરાંગનાના નામ ઉપરથી આ…

વધુ વાંચો >

લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ) (જ. 7 ઑગસ્ટ 1932, રોપ્યુર, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમણે બી.એ. અને બી.એલ.ની પદવી પ્રાપ્ત કરી. 1970થી 1985 સુધી ‘સુધાલહરી’ નામક સાહિત્યિક અને સાંસ્કૃતિક ઍસોસિયેશનનાં પ્રમુખ તરીકે કામગીરી કરી, અને 1974–80 સુધી આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનાં સભ્ય રહ્યાં. તેમણે 20 ગ્રંથો આપ્યા છે, જેમાં ‘સૂર્યમુખી’, ‘સ્નેહચિત્રાલુ’, ‘રઘુરામગીતા’…

વધુ વાંચો >