Posts by Jyotiben
રોઝેલિની, રૉબર્ટો
રોઝેલિની, રૉબર્ટો (જ. 8 મે 1906, રોમ, ઇટાલી; અ. 3 જૂન 1977, રોમ) : દિગ્દર્શક. પિતા : સ્થપતિ. નવયથાર્થવાદી ફિલ્મોના પ્રવર્તક ગણાતા અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલિયન ચિત્રોને નવજીવન આપનારા સર્જકોમાંના એક ગણાતા રોઝેલિનીએ ઓછા બજેટમાં અસરકારક ચિત્રો બનાવવાના સફળ પ્રયોગો કર્યા હતા. આવા પ્રયોગો માટે તેઓ કૅમેરા અને લેન્સમાં પોતાની જરૂરિયાત મુજબના…
વધુ વાંચો >રોઝેલિનો, બર્નાર્ડો
રોઝેલિનો, બર્નાર્ડો (જ. 1409, ઇટાલી; અ. 1464, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. કબર પર પથ્થરમાં કોતરકામ દ્વારા શણગાર કરી તે શિલ્પ સર્જતો. ફ્લૉરેન્સમાં આવેલી લિયોનાર્દો બ્રુનીની કબર રોઝેલિનોનું શ્રેષ્ઠ સર્જન મનાય છે. કબર પર તેણે બ્રુનીના જીવનના કેટલાક પ્રસંગો અર્ધમૂર્ત (relief) રીતે કોતરીને પ્રાચીન રોમન દર્શનના સિંહાવલોકી (retrospective) અભિગમ સાથે બ્રુનીના આત્માની મરણોત્તર ગતિની કલ્પનાઓ કોતરીને…
વધુ વાંચો >રોઝેસી
રોઝેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી કેલિસીફ્લોરી, ગોત્ર રૉઝેલ્સ અને કુળ રોઝેસી. આ કુળમાં લગભગ 115 પ્રજાતિઓ અને 3,200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પૃથ્વીના મોટાભાગના પ્રદેશોમાં થયેલું છે. તે પૂર્વ એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય…
વધુ વાંચો >રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island)
રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island) : હિંદી મહાસાગરમાં આવેલો ઑસ્ટ્રેલિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 32° દ. અ. અને 115° 30´ પૂ. રે. પર પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલ અને પર્થ નજીક સ્વાન નદીના મુખ પાસે 19 કિમી.ને અંતરે આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ચૂનાખડકોથી બનેલું છે. તે પૂર્વ-પશ્ચિમ આશરે 10.5 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ આશરે 5.5 કિમી. પહોળો…
વધુ વાંચો >રૉટબ્લાટ, જોસેફ
રૉટબ્લાટ, જોસેફ (જ. 1908, વૉર્સો; અ. ) : પોલૅન્ડના નામાંકિત અણુશાસ્ત્ર-વિરોધી આંદોલનકાર, પદાર્થવિજ્ઞાની અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોલૅન્ડ ખાતે અભ્યાસ કર્યો. 1939માં તેઓ લિવરપૂલ યુનિવર્સિટી ખાતે ગયા. ત્યારબાદ અમેરિકામાં અણુબૉંબ પ્રૉજેક્ટમાં કાર્ય કર્યું. યુદ્ધ પછી તેઓ બ્રિટિશ નાગરિક બન્યા. 1945–49 દરમિયાન તેમણે લિવરપૂલ ખાતે અને 1950થી 1976 સુધી લંડનમાં બાર્થૉલમ્યૂ હૉસ્પિટલ ખાતે…
વધુ વાંચો >રૉટર્ડૅમ
રૉટર્ડૅમ : ઍમસ્ટર્ડેમ પછીના બીજા ક્રમે આવતું નેધરલૅન્ડ્ઝનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 55´ ઉ. અ. અને 4° 31´ પૂ. રે.. રૉટર્ડૅમ એ દુનિયાનાં વ્યસ્ત રહેતાં દરિયાઈ બંદરો પૈકીનું એક ગણાય છે. આ શહેર ઉત્તર સમુદ્રથી પૂર્વ તરફ આશરે 31 કિમી.ને અંતરે નીવે માસ (Nieuwe Maas) નદીના બંને કાંઠા પર વસેલું છે. આ નદી…
વધુ વાંચો >રોટી
રોટી : ચલચિત્ર. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1942. નિર્માણ-સંસ્થા : નૅશનલ સ્ટુડિયો. દિગ્દર્શક : મેહબૂબ ખાન. કથા : આર. એસ. ચૌધરી. પટકથા : વઝાહત મિરઝા. ગીતકાર : સફદર ‘આહ’, મુનશી આરઝુ લખનવી, વઝાહત લખનવી, વઝાહત મિરઝા. છબિકલા : ફરદુન ઈરાની. સંગીત : અનિલ બિશ્વાસ. મુખ્ય કલાકારો : ચંદ્રમોહન, શેખ મુખતાર, સિતારાદેવી,…
વધુ વાંચો >રૉટી ટાપુ (Roti Island)
રૉટી ટાપુ (Roti Island) : ઇન્ડોનેશિયાના અગ્નિભાગમાં, તિમોર ટાપુની નૈર્ઋત્યમાં આશરે 16 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 30´ દ. અ. અને 123° પૂ. રે. પર તે આવેલો છે. આ ટાપુની પશ્ચિમે હિંદી મહાસાગર અને પૂર્વ તરફ તિમોર સમુદ્ર આવેલા છે. નૈર્ઋત્ય-ઈશાન વિસ્તરેલા આ ટાપુની લંબાઈ 80 કિમી. અને પહોળાઈ 23 કિમી.…
વધુ વાંચો >રોટુમા (Rotuma)
રોટુમા (Rotuma) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ફિજીની હકૂમત હેઠળનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 12° 30´ દ. અ. અને 177° 05´ પૂ. રે.. તે ફિજીના પાટનગર સુવાથી ઉત્તર-વાયવ્ય (NNW) તરફ આશરે 710 કિમી.ના અંતરે આવેલો છે. રોટુમા નામથી ઓળખાતો આ જ્વાળામુખીજન્ય ટાપુ 47 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ ઉપરાંત તેની સાથે બીજા નાના નાના આઠ…
વધુ વાંચો >રૉટેનૉકિરી
રૉટેનૉકિરી : ઈશાન કામ્પુચિયામાં આવેલો પ્રાંત. તેની ઉત્તરે લાઓસ અને પૂર્વમાં વિયેટનામ આવેલાં છે. અનામિત (અન્નામિતિક) ઉચ્ચપ્રદેશ તરફનું તેના મોટાભાગનું ભૂપૃષ્ઠ અસમતળ છે. તેનો મધ્યભાગ 508 મીટરની ઊંચાઈ ધરાવે છે. મૅકાંગ નદીની શાખાઓ ટોનલે શ્રીપોક અને ટોનલે સાન અહીંથી વહે છે. ઑસ્ટ્રૉનેશિયન રહાડે લોકો અને પહાડી મૉન-ખ્મેર લોકો અહીં વસે છે. ટોનલે સાનને કિનારે થાઇ-લાઓ…
વધુ વાંચો >