રેમૉસ-હૉટો જોસ (જ. 1950) : (અગ્નિ ઇન્ડોનેશિયા) પૂર્વ ટિમૉરના રાજકીય આંદોલનકાર. પૂર્વ ટિમૉરમાં સ્વાતંત્ર્ય-આંદોલનને ટેકો આપવા બદલ પૉર્ટુગીઝ સરકારે તેમને દેશનિકાલ કર્યા હતા. 1972–75 દરમિયાનના આંતરયુદ્ધમાં ભાગ લેવા તેઓ દેશ પાછા આવ્યા અને ફ્રૅટલિનના ગેરીલા-સભ્ય બન્યા. 1975માં ઇન્ડોનેશિયા તરફથી આક્રમણ થતાં તેઓ ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. તેમણે પૂર્વ ટિમૉરના વિદેશ મંત્રી તરીકે કામગીરી કરી તથા પોતાના…

વધુ વાંચો >

રેમ્બો (ઝાં-નિકોલસ) આર્થર (જ. 20 ઑક્ટોબર 1854, શાર્લવિલ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1891, માર્સેલ) :  ફ્રેન્ચ કવિ. સર્જક પૉલ વર્લેન સાથે 17 વર્ષની વયે સંકળાયેલા. પિતા લશ્કરી અફસર અને માતા ખેડૂતપુત્રી. એક ભાઈ અને બે નાની બહેનો. માતાપિતાના લગ્નવિચ્છેદથી બાળકોની સંભાળ માતાના હિસ્સે આવી. નાનપણથી જ આર્થરમાં અસાધારણ બુદ્ધિપ્રતિભાનાં દર્શન થતાં હતાં. આઠ વર્ષની બાળવયે…

વધુ વાંચો >

રૅમ્બો, જોહાન ઍન્ટૉન આલ્બાન (જ. 1790, જર્મની; અ. 1866, જર્મની) : રંગદર્શી જર્મન ચિત્રકાર. લક્ઝમબર્ગમાં બેનેડિક્ટાઇન મૉન્ક ફ્રેરે અબ્રાહમ દ’ ઓવલ પાસે 1803થી 1807 સુધી ચિત્રકલાની તાલીમ લીધી. આ પછી પૅરિસમાં 4 વરસ સુધી પ્રસિદ્ધ ફ્રેન્ચ ચિત્રકાર જાક લુઈ દાવિદ પાસે ચિત્રકલાની તાલીમ લીધી. 1812થી 1815 સુધી ટ્રાયર નગરમાં વ્યક્તિચિત્રકાર તરીકે નામના મેળવી. 1815થી 1816…

વધુ વાંચો >

રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન (જ. 15 જુલાઈ 1606, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1669, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : બરૉક શૈલીના પુરસ્કર્તા મહાન ડચ ચિત્રકાર અને છાપચિત્રકલા (મુદ્રણક્ષમકલા, printmaking)ના કસબી. પવનચક્કીઓના માલિક ધનિક પિતા હાર્મેન ગૅરિટ્ઝૂનના નવ પૈકીના તેઓ આઠમા સંતાન હતા. 1620માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર જૅકબ આઇઝેક્સ સ્વાનેન્બર્ગના શિષ્ય બનવા…

વધુ વાંચો >

રેમ્સેન, ઇરા (Remsen, Ira) (જ. 10 ફેબ્રુઆરી 1846, ન્યૂયૉર્ક સિટી; અ. 4 માર્ચ 1927, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના રસાયણવિદ અને સૅકેરીનના સહશોધક. કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી 1867માં એમ.ડી.ની ઉપાધિ મેળવીને મ્યૂનિક તથા ગોટિનબર્ગ, જર્મનીનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી 1870માં પીએચ.ડી.ની પદવી મેળવી. રેમ્સેને શુદ્ધ રસાયણશાસ્ત્રમાં તેમનું સંશોધન ટુબીંગન વિશ્વવિદ્યાલયમાં શરૂ કર્યું. અહીં 1870–1872 દરમિયાન તેઓ રૂડૉલ્ફ ફીટિગના સહકાર્યકર…

વધુ વાંચો >

રેરડન, રેમંડ (જ. 8 ઑક્ટોબર 1932, ટ્રેડગર, મન્માઉથશાયર, યુ.કે.) : સ્નૂકરના 1970ના દશકાના ટોચના આંગ્લ ખેલાડી. 1970માં બીજા પ્રયત્ને તેઓ વિશ્વવિજયપદકના વિજેતા બન્યા; એ પછી 1973થી ’76 દરમિયાન દર વર્ષે અને 1978માં પણ વિજયપદકના વિજેતાનો એ જ દોર ચાલુ રહ્યો; 1978નું છેલ્લું વિશ્વવિજયપદક તો તેઓ 45 વર્ષ 6 મહિનાની ઉંમરે જીત્યા. એ રીતે તેઓ સૌથી…

વધુ વાંચો >

રે, રવિ (જ. 26 નવેમ્બર 1926, ભાઉરાગઢ, પુરી જિલ્લો, ઓરિસા) : કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ-વિભાગના પૂર્વ મંત્રી અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ. તેઓ કટકની રેવનશો કૉલેજમાંથી સ્નાતક થયા, ત્યાં રાજકારણના પ્રથમ પાઠ શીખ્યા, 1948માં કૉલેજના વિદ્યાર્થીમંડળના પ્રમુખ બન્યા. લૉ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ત્યાં પણ તેઓ વિદ્યાર્થીમંડળના વડા બન્યા હતા. કૉલેજના પ્રારંભિક વર્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાની…

વધુ વાંચો >

રેલવાણી, જયંત જિવતરામ [જ. 3 સપ્ટેમ્બર 1936, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને ગુજરાતી નવલકથાકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, પછી તેઓ વેસ્ટર્ન રેલવે સેવામાં જોડાયા અને સિનિયર સેક્શન ઑફિસર તરીકે નિવૃત્ત થયા. હાલ તેઓ કટાર તથા અન્ય લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. 1964થી તેમણે ‘સિંધુ ભારતી’ના સંપાદનનું કાર્ય સંભાળ્યું છે. 1995થી તેઓ ગુજરાત…

વધુ વાંચો >

રેલવે (રેલમાર્ગ) બે સમાંતર પાટા પર સ્વયંસંચાલિત યંત્ર વડે પરિવહન માટે તૈયાર કરેલો કાયમી માર્ગ. આ માર્ગોની વિશિષ્ટતા તેનો સુખાધિકાર (right of way) છે. સાર્વજનિક રસ્તાની માફક જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી. તેને આનુષંગિક સઘળી અસ્કામતો જેવી કે સ્ટેશનો, કારખાનાં, એન્જિનો, કોચ, વૅગનો વગેરેની પણ તે માલિકી ધરાવે છે. રેલમાર્ગો વિશ્વભરમાં યાત્રિકો તથા માલસામાનના…

વધુ વાંચો >

રેલવે-રસીદ : હેરફેર માટે માલ સ્વીકાર્યા બાદ રેલવે દ્વારા તેની અપાતી પહોંચ. વાહનવ્યવહારની સંસ્થાઓ અન્યનો માલ સ્વીકારીને સૂચના પ્રમાણેના સ્થળે તે પહોંચાડતી હોય છે. સામાન્ય સંજોગોમાં વેચનાર માલ મોકલતો હોય છે અને ખરીદનાર તે મેળવતો હોય છે. કેટલીક વાર વેચનાર વતી આડતિયા, દલાલો અને મારફતિયા પણ માલ રવાના કરતા હોય છે. સામાન્ય સંજોગોમાં માલની માલિકી…

વધુ વાંચો >