રેની, ગુઇડો (જ. 4 નવેમ્બર 1575, બોલોન્યા, ઇટાલી; અ. 18 ઑગસ્ટ 1642, બોલોન્યા, ઇટાલી) : બરોક શૈલીના ઇટાલિયન ચિત્રકાર. પુરાકથાઓ અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે તે જાણીતા બનેલા. પ્રારંભે ફ્લેમિશ ચિત્રકાર ડેનિસ કાલ્વાઇર્ટ પાસે તાલીમ મેળવી, પછી બોલોન્યાના ચિત્રકાર કારાચીથી તે પ્રભાવિત થયા. 1600માં તેમણે રોમમાં સ્ટુડિયો શરૂ કર્યો અને મદદકર્તા તરીકે જિયોવાની લેન્ફ્રેન્ચો,…

વધુ વાંચો >

રેનેસાંસ કલા (Renaissance art) (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) (આશરે 1300થી 1550) રેનેસાંસ યુગના પશ્ચિમ યુરોપની કલા. ઇટાલિયન શબ્દ ‘રેનેસાંસ’નો અર્થ છે પુનરુત્થાન. રેનેસાંસનું ઉદગમસ્થાન અને મુખ્ય કેન્દ્ર ઇટાલી છે. કલાક્ષેત્રના મૂળ વિચારકો અને કેટલાક ટોચના કલાકારો પણ ઇટાલીમાં પાક્યા છે. ઇટાલિયન દ્વીપકલ્પની રાજકીય એકતાનો અંત રોમન સામ્રાજ્યના અંત સાથે આવી ગયો હતો. મધ્ય યુગના રોમનેસ્ક…

વધુ વાંચો >

રેનો : યુ.એસ.ના નેવાડા રાજ્યનું લાસ વેગાસ પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 31´ ઉ. અ. અને 119° 48´ પ. રે.. આ શહેરનું એક પ્રવાસી મથક તરીકે વિશેષ મહત્વ છે. તે સિયેરા નેવાડાની તળેટીમાં પશ્ચિમ નેવાડામાં ટ્રકી નદીના કાંઠે વસેલું છે. રેનોમાં ઘણી સંખ્યામાં જુગારખાનાં અને રાત્રિક્લબો છે. અહીં અવરજવર કરતા…

વધુ વાંચો >

રેનોડનો રોગ અને રેનોડની ઘટના : ઠંડી અથવા લાગણીજન્ય કારણોસર આંગળીની ટોચની ફિક્કાશ સાથે કે તેના પછી નીલિમા(cyanosis)ના થતા વારંવારના લઘુ હુમલા (રેનોડની ઘટના) અને તેવું થતું હોય તેવો કોઈ જાણીતા કારણ વગરનો રોગ (રેનોડનો રોગ). આંગળીઓની ટોચ ભૂરી પડી જાય તેને નીલિમા કહે છે. આ વાહિની-સંચલનના વિકારો(vasomotor disorders)ના જૂથનો રોગ છે. રેનોડની ઘટના રેનોડના…

વધુ વાંચો >

રેનો, લુઈ (જ. 1877,  ફ્રાન્સ; અ. 1944) : ઑટોમોબાઇલના જાણીતા ફ્રેન્ચ ઉત્પાદક. પોતાના ભાઈઓના સહયોગથી તેમણે શ્રેણીબંધ નાની કારોનું ઉત્પાદન કર્યું. વચગાળામાં તેમણે રેસિંગમાં ઝંપલાવ્યું, પણ કાર-ઉત્પાદન તેમના મુખ્ય શોખનો વિષય હોવાથી તેમાં તેઓ પુન: સક્રિય બન્યા. 1918માં તેમણે રેનો ટૅન્કનું નિર્માણ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ પર જર્મનીએ કબજો જમાવ્યો હતો ત્યારે તેમની ફૅક્ટરી…

વધુ વાંચો >

રેનોલ્ડ, લુઈ (જ. 21 મે 1843, ઑટન, ફ્રાન્સ; અ. 8 ફેબ્રુઆરી 1918, બાર્બિઝિયૉન, ફ્રાન્સ) : ફ્રાન્સના પ્રખર ધારાશાસ્ત્રી અને 1907ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ પૅરિસમાં. 1868–73 દરમિયાન ડિજૉન યુનિવર્સિટીમાં રોમન અને વ્યાપાર-વિષયક કાયદાના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ 1881માં ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર તરીકે બઢતી મેળવી. 1882–89 દરમિયાન પૅરિસ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

રેનોલ્ડ્ઝ આંક : સ્નિગ્ધ પ્રવાહનું લક્ષણ અને વર્તણૂક નક્કી કરતો પરિમાણવિહીન આંક. તેને નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય છે : ………………………………………………………………………………………………..(1) જ્યાં, ρ, તરલની ઘનતા; V, ધારાનો વેગ; L, લાક્ષણિક લંબાઈ- માપ અને μ, તરલની સ્નિગ્ધતા છે. રેનોલ્ડ્ઝ આંક સ્નિગ્ધ પ્રવાહ-વિશ્લેષણમાં પ્રાધાન્ય ધરાવે છે. 1883માં ઑસ્બૉર્ન રેનોલ્ડ્ઝે આ આંકને સૂત્રબદ્ધ કર્યો હતો. 40 વર્ષ પછી…

વધુ વાંચો >

રેનોલ્ડ્ઝ, જોશુઆ (સર) (જ. 16 જુલાઈ 1723, પ્લિમ્પ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 1792, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર (portraitist) અને રસમર્મજ્ઞ (aesthetician). ‘પ્લિમ્પ્ટન  સ્કૂલ’માં રેનોલ્ડ્ઝે પ્રાથમિક શિક્ષણ લીધું, જ્યાં પિતા શિક્ષક હતા. બાળપણથી જ અંગ્રેજી અને લૅટિન સાહિત્ય વાંચવાનો શોખ હતો. બ્રિટિશ વ્યક્તિ-ચિત્રકાર જોનાથન રિચાડર્સનના લેખો વાંચી રેનોલ્ડ્ઝના મનમાં ચિત્રકાર બનવાની ઝંખના જાગી. 1740માં તેઓ…

વધુ વાંચો >

રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન (જ. 1888, હલ, ઇંગ્લૅન્ડ; અ. 1972) : બ્રિટનના ચલચિત્ર-જગતના એક પ્રભાવશાળી અગ્રેસર. શરૂઆતમાં તેઓ પિતાની આટા મિલના ધીકતા ધંધામાં જોડાયા. ત્યાં કામ કરવાની  સાથોસાથ તેઓ દર રવિવારની મેથડિસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવા જતા. એ કામગીરી દરમિયાન તેમને એવી પ્રતીતિ થઈ કે ગૉસ્પેલના સંદેશાનો વ્યાપક અને સચોટ પ્રસાર કરવા માટે…

વધુ વાંચો >

રૅન્કિન ચક્ર  : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ. વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો. રૅન્કિન ચક્રમાં, એન્જિનના કાર્યકારી પદાર્થને અચળ દબાણે…

વધુ વાંચો >