Posts by Jyotiben
રેડૉક્સ-વિભવ (redox potential)
રેડૉક્સ-વિભવ (redox potential) : ઉપચયન(oxidation) અપચયન(reduction)ની પ્રક્રિયામાં મુક્ત ઊર્જા(free energy)માં થતો ફેરફાર. તે પ્રમાણિત (standard) રેડૉક્સવિભવ તરીકે વીજ-રાસાયણિક એકમોમાં અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચયન દરમિયાન કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી એક કે તેથી વધારે ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે. ઊર્જાના સંદર્ભમાં તે ઉષ્માત્યાગી પ્રક્રિયા છે. અપચયનની પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પદાર્થ એક કે તેથી વધારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે…
વધુ વાંચો >રેડૉક્સ-સૂચકો
રેડૉક્સ-સૂચકો : રેડૉક્સ (અપચયન-ઉપચયન, reduction oxidation) અનુમાપનોમાં અંતિમ બિંદુ (end point) નક્કી કરવા માટે વપરાતા પદાર્થો. જેમ ઍસિડ-બેઇઝ અનુમાપનોમાં અંતિમ બિંદુએ pH મૂલ્યમાં થતા એકાએક ફેરફારને માપવા માટે ઍસિડ-બેઇઝ સૂચકોનો ઉપયોગ થાય છે, તેમ અપચયન-ઉપચયન અનુમાપનોમાં સમતુલ્ય બિંદુ(equivalence point)ની આસપાસ ઉપચયન-વિભવ(potential)માં થતો એકાએક ફેરફાર પારખવા રેડૉક્સ સૂચકોનો ઉપયોગ થાય છે. આવો પદાર્થ ખરેખર તો એક…
વધુ વાંચો >રેડૉન (radon)
રેડૉન (radon) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું સૌથી વધુ પરમાણુક્રમાંક ધરાવતું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Rn. અગાઉ તે નિટોન તરીકે ઓળખાતું હતું. તે રાસાયણિક રીતે અત્યંત ઓછા સક્રિય એવા છ ઉમદા વાયુઓ પૈકીનો ભારેમાં ભારે છે. અન્ય વાયુઓ છે હીલિયમ, નિયૉન, આર્ગૉન, ક્રિપ્ટૉન અને ઝિનૉન. લાંબા સમય સુધી આ વાયુઓનાં કોઈ સંયોજનો બનતાં…
વધુ વાંચો >રેડ્ડી, કૃષ્ણા
રેડ્ડી, કૃષ્ણા (જ. 1925, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય શિલ્પી. તેઓ શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલાના સ્નાતક થયા. 1981માં તેમની કલાકૃતિઓનું પશ્ચાદવર્તી (retrospective) પ્રદર્શન ન્યૂયૉર્ક શહેરના બ્રૉન્ક્સ મ્યુઝિયમ ખાતે યોજાયું હતું, પછી તે પ્રદર્શન મુંબઈમાં ત્યાંની શેમૂલ્ડ આર્ટ ગૅલરી દ્વારા પણ યોજાયું. કલાક્ષેત્રે અપૂર્વ સિદ્ધિને કારણે 1972માં ‘પદ્મશ્રી’ના ખિતાબથી તેમનું સન્માન થયું. હાલમાં (2002) તેઓ અમેરિકા…
વધુ વાંચો >રેડ્ડી, ડી. એલ. એન.
રેડ્ડી, ડી. એલ. એન. (જ. 1949, નેરાડા, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને મુદ્રણક્ષમ કલાના સર્જક. હૈદરાબાદ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1969માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં વધુ બે વરસ લગી અભ્યાસ કરી 1971માં ડિપ્લોમા ઇન પ્રિન્ટ મેકિંગ (મુદ્રણક્ષમ કલા) મેળવ્યો. 1971માં તેમને આંધ્રપ્રદેશ…
વધુ વાંચો >રેડ્ડી, નીલમ સંજીવ
રેડ્ડી, નીલમ સંજીવ (જ. 19 મે 1913, ઇલુરુ, આંધ્રપ્રદેશ; અ. 1 જૂન 1996, બૅંગાલુરુ) : ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, સ્વાતંત્ર્યસેનાની અને કૉંગ્રેસના જાણીતા કાર્યકર. પિતા ચિન્નપ્પા રેડ્ડી. જાહેર જીવનના પ્રારંભે 1936માં આંધ્રપ્રદેશ કૉંગ્રેસ સમિતિના તેઓ મંત્રી હતા. 1946 સુધી આ પદ પર કામગીરી કરી તે દરમિયાન સત્યાગ્રહની લડતમાં તેમણે ભાગ લીધો અને જેલવાસ વેઠ્યો. ભારતની સ્વતંત્રતા…
વધુ વાંચો >રેડ્ડી, પાકલ તિરુમલ
રેડ્ડી, પાકલ તિરુમલ (જ. 4 જાન્યુઆરી 1915, અન્નારામ, કરીમનગર જિલ્લો, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ખેડુ કુટુંબમાં જન્મ. ગ્રામવિસ્તારમાં બાળપણ વિતાવ્યું. 1935માં મૅટ્રિક પાસ કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. 1942માં અભ્યાસ પૂર્ણ કર્યો. 1937માં બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ મેળવ્યો. 1938માં તેઓ ભીંતચિત્રોની હરીફાઈમાં મિસ ડૉલી કુર્સેટજી ઇનામ જીત્યા. 1940માં ભીંતચિત્રો…
વધુ વાંચો >રેડ્ડી, પી. ટી.
રેડ્ડી, પી. ટી. (જ. 1915, એન્નારેમ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1938માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1941માં તેઓ માતૃસંસ્થા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના ફેલો બન્યા. તેમણે તેમની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન 1940માં બૉમ્બે આર્ટ સોસાયટી ખાતે મુંબઈમાં ગોઠવ્યું. આ પછી તેઓ લગાતાર 50 વરસ સુધી કોલકાતા,…
વધુ વાંચો >રેડ્ડી, બી. નાગી
રેડ્ડી, બી. નાગી (જ. 2 ડિસેમ્બર 1912, ગામ કુડ્ડાપાહ, આંધ્રપ્રદેશ; અ. 25 ફેબ્રુઆરી 2004, ચેન્નાઈ) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ : બુમ્મીરેડ્ડી નાગી રેડ્ડી. દક્ષિણ ભારતીય ચિત્રોના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપનાર બી. નાગી રેડ્ડી માત્ર ચલચિત્રનિર્માતા જ નહોતા, તેઓ અગ્નિ એશિયામાં સૌથી મોટો ગણાતા વિજયાવાહિની સ્ટુડિયોના માલિક હતા, આધુનિક સુવિધા ધરાવતી વિજયા હૉસ્પિટલ ઍન્ડ હેલ્થ…
વધુ વાંચો >રેડ્ડી, મુથુલક્ષ્મી
રેડ્ડી, મુથુલક્ષ્મી (જ. 30 જુલાઈ 1886, પુદુકોટ્ટા; અ. 22 જુલાઈ 1968) : મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર સામાજિક કાર્યકર. પિતા એસ. નારાયણસ્વામી આયર શિક્ષિત આગેવાન અને સમાજસેવી હતા. તેઓ અંગ્રેજી સાહિત્યનાં વિદ્વાન પ્રાધ્યાપક અને પુદુકોટ્ટા (તામિલનાડુમાં આઝાદી પૂર્વેનું એક નાનું રાજ્ય) રાજ્યની મહારાજા કૉલેજનાં આચાર્ય હતા. માતા ચંદ્રમ્માલ. મધ્યમવર્ગીય કુટુંબનું આ સંતાન…
વધુ વાંચો >