રૂંછાળો દૂધલો (રાઇટિયા) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Wrightia tinctoria R. Br. (સં. શ્ર્વેતકુટજ; હિં. ઇન્દ્રજવ, મીઠા ઇન્દ્રજવ; બં. ઇન્દ્રજવ; ગુ. રૂંછાળો દૂધલો, દૂધલો, કાળો ઇન્દ્રજવ; મ. કાલાકુડા, ઇન્દ્રજવ; તે. ટેડ્લાપાલા, આમકુડા, જેડ્ડાપાલા; ક. કોડામુર્કી, બેપાલ્લે; ત. વેયપાલે, ઇરુમ્પાલાઈ, થોંયાપાલાઈ; મલ. કોટકપ્પાલ્લા, અં. પાલા ઇંડિગો-પ્લાન્ટ) છે. તે નાનું, પર્ણપાતી…

વધુ વાંચો >

રેઇકી : જાપાનમાં પુનર્જીવિત પામેલી એક કુદરતી ચિકિત્સાપદ્ધતિ. ‘રેઇકી’ એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. ‘રે’નો અર્થ થાય છે સર્વવ્યાપી અને ‘કી’નો અર્થ થાય છે જીવનશક્તિ. આમ રેઇકી એટલે સર્વવ્યાપી જીવનશક્તિ. માનવઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સાપદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે વિશ્વવ્યાપી એવી કુદરતી શક્તિનો આધાર લેવામાં આવે છે. રેઇકી પણ એવી જ એક શક્તિ છે, જે…

વધુ વાંચો >

રેઇનર, ઍર્નુલ્ફ (Rainer Arnulf) (જ. 1929, વિયેના નજીક બાડેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1947માં તેઓ પૉલ નૅશ, ફ્રાંસિસ બેકન, સ્ટૅન્લી સ્પેન્સર અને હેન્રી મુરની કલાકૃતિઓથી પ્રભાવિત થયા. 1948માં પરાવાસ્તવવાદી કલાસિદ્ધાંતોનો અભ્યાસ કર્યો, જેની ચિરસ્થાયી અસર તેમના કલાસર્જન પર પડી. રેઇનરે 1949માં વિયેનાની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ તેમજ વિયેના એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં વિદ્યાર્થી તરીકે…

વધુ વાંચો >

રેઇનવૉટર જેમ્સ (જ. 9 ડિસેમ્બર 1917, કાઉન્સિલ, ઇડાહો, યુ.એસ.; અ. 31 મે 1986, યૉન્કર્સ, ન્યૂયૉર્ક) : ઈ. સ. 1975નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અમેરિકન નાગરિકત્વ ધરાવનાર ભૌતિકવિજ્ઞાની. પારમાણ્વિક ન્યૂક્લિયસમાં સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચેના સંબંધ(જોડાણ)ને લગતી શોધ તથા આ સંબંધ ઉપર આધારિત પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચનાના વિકાસને લગતી શોધ બદલ તેમને આ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો…

વધુ વાંચો >

રૅક અને પિનિયન (Rack and Penion) : જેની એક બાજુ ઉપર દાંતા હોય તેવો એક સમકોણીય સળિયો (રૅક) અને તેની સાથે બેસાડેલ નાનું ગિયર (પિનિયન) ધરાવતું યાંત્રિક સાધન. પિનિયન ઉપર સીધા અથવા આવર્ત (Helical) દાંતા હોય છે. આ પિનિયન રૅકની જોડે તેની ઉપરના દાંતાની જોડે બેસે છે. રૅક ઉપરના દાંતા ઢાળવાળા હોય છે અને આ…

વધુ વાંચો >

રેક્વેના (Requena) : પૂર્વ સ્પેનના વેલેન્શિયા પ્રાંતમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 39° 30´ ઉ. અ. અને 1° 03´ પ. રે. પર, સમુદ્રસપાટીથી 692 મીટરની ઊંચાઈએ રિયો નીગ્રો(નદી)ના ડાબા કાંઠે આવેલું છે. તેની નીચે તરફ ઊતિયેલનાં મેદાનો આવેલાં છે. રેક્વેના ઘણા લાંબા વખતથી ખેતીપેદાશોનું અગત્યનું મથક બની રહેલું છે. દ્રાક્ષ, ઑલિવ, ઓટ તેમજ અન્ય…

વધુ વાંચો >

રેખતા : એક પ્રકારની ગઝલ તેમજ ઉર્દૂ ભાષાના આરંભિક સ્વરૂપનો નિર્દેશ કરતી સંજ્ઞા. મૂળ ફારસી ધાતુ ‘રેખ્તન’ અર્થાત્ રેડવું ઉપરથી ‘રેખતા’ શબ્દ બન્યો છે. એની રૂપનિર્મિતિ અરબી, ફારસી, તુર્કી, હિંદી શબ્દોને આભારી છે. ઓગણીસમી સદીના આરંભ સુધી ઉર્દૂને હિંદી, હિંદવી, દહેલવી, રેખ્તા, હિંદુસ્તાની, દકની, ગુજરાતી વગેરે નામોથી ઓળખવામાં આવતી હતી. 1802માં ગવર્નર-જનરલ મિ. બેલિજ એક…

વધુ વાંચો >

રેખા (જ. 10 ઑક્ટોબર 1954, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. મૂળ નામ : ભાનુરેખા. પિતા : તમિળ ચિત્રોના જાણીતા અભિનેતા જેમિની ગણેશન્. માતા : તમિળ ચિત્રોનાં અભિનેત્રી પુષ્પાવલી. 1970માં ‘સાવનભાદોં’ ચિત્રથી હિંદી ચિત્રોમાં જ્યારે રેખાએ પ્રવેશ કર્યો ત્યારે અભિનય અને સૌંદર્ય બંને બાબતોમાં તેઓ એટલાં સામાન્ય હતાં કે તેઓ હિંદી ચિત્રોમાં લાંબો સમય ટકી શકશે નહિ,…

વધુ વાંચો >

રેખા : ગુજરાતનું એક વિશિષ્ટ સામયિક. પ્રારંભ : 1939. આયુષ્ય : આશરે એક દાયકો. જયંતિ દલાલે એમની જાહેર જીવનની પ્રવૃત્તિ વચ્ચે ગુજરાતમાં પ્રગતિશીલ વાતાવરણનું નિર્માણ કરવા, સાહિત્યમાં નવતર મૂલ્યોનું સ્થાપન કરવા, વિદેશી સાહિત્યથી ગુજરાતની પ્રજાને અવગત કરાવવા અને પ્રવર્તમાન રાજકીય પ્રવાહથી પ્રજાને વાકેફ કરી નાગરિક ધર્મ બજાવવાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી ‘રેખા’ સામયિક શરૂ કર્યું…

વધુ વાંચો >

રેખાચિત્ર : સામાન્ય રીતે ચરિત્રચિત્રણ સાથે સંકળાયેલો એક સાહિત્યપ્રકાર. એક મહત્વના ગદ્યપ્રકાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આમ છતાં પદ્યમાં તે ન જ હોઈ શકે એવું નથી. કવિ ન્હાનાલાલનાં ‘ચિત્રદર્શનો’માં કેટલેક ઠેકાણે રેખાચિત્રના સત્વ-તત્વના અંશો જોવા મુશ્કેલ નથી. વળી તે આમ તો જ્ઞાનલક્ષી સાહિત્ય(Literature of knowledge)ના સીમાપ્રાન્તનો સાહિત્યપ્રકાર મનાય છે, પણ સર્જનાત્મક રેખાચિત્રોમાં લલિત કળાનાં રૂપતત્વોનો…

વધુ વાંચો >