Posts by Jyotiben
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut) ગુફા મંદિરોનો સમાવેશ છે. સમુદ્રસપાટીથી…
વધુ વાંચો >અમાનો, હિરોશી (Amano, Hiroshi)
અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ હતા. હાઈસ્કૂલમાં તેઓ અભ્યાસ પ્રત્યે…
વધુ વાંચો >અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA)
અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન American Library Association (ALA) : અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશન એ સમગ્ર વિશ્વના ગ્રંથાલય-જગતને નેતૃત્વ પૂરું પાડતું સૌથી જૂનું ઍસોસિયેશન છે. તેની સ્થાપના 6 ઑક્ટોબર, 1876ના રોજ ફિલાડેલ્ફિયામાં થઈ હતી. આ ઍસોસિયેશનની સ્થાપનામાં જસ્ટિન વિન્સર, ચાર્લ્સ એમી કટર, મેલ્વિલ ડ્યૂઈ, વિલિયમ ફ્રેડરિક પુલે વગેરેનો મહત્વનો ફાળો છે. આ ઍસોસિયેશનનો મૂળભૂત હેતુ ગ્રંથાલય, ગ્રંથાલય વ્યવસાય,…
વધુ વાંચો >અરલ સમુદ્ર
અરલ સમુદ્ર : મધ્ય એશિયામાં દરિયાઈ સપાટીથી 53 મીટરની ઊંચાઈએ આવેલો સમુદ્ર. તેનું ભૌગોલિક સ્થાન 45o ઉ.અ. અને 60o પૂ.રે. છે. અરલ સમુદ્રનો અર્થ “ટાપુઓનો સમુદ્ર” થાય છે. આ સમુદ્રમાં આશરે 1100 ટાપુઓ આવેલાં છે. તે ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની સરહદોની લગભગ વચ્ચે છે. વિશ્વમાં તે ભૂમિબંદિસ્ત જળવિસ્તારોમાં ચોથા ક્રમે સૌથી મૌટો (68,000 ચો.કિમી.) ગણાય છે.…
વધુ વાંચો >આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)
આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન; અ. 1 એપ્રિલ 2021 નાગોયા, એઇચી, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને…
વધુ વાંચો >આયર, વી. વી. સુબ્રમણ્ય
આયર, વી. વી. સુબ્રમણ્ય : (2 એપ્રિલ 1881, તિરુચિરાપલ્લી જિલ્લો, તમિળનાડુ; અ. 3 જૂન 1925, ચેન્નાઈ) : તમિળના લેખક તથા દેશભક્ત ક્રાંતિકાર. આખું નામ વરાહનેરી વેંકટેશ સુબ્રમણ્ય આયર. તેમનો જન્મ તિરુચિરાપલ્લીના એક ગામમાં મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વેંકટેશ આયર શાળાઓના નિરીક્ષક હતા. પછાત જ્ઞાતિના હિંદુઓના ખ્રિસ્તી ધર્મમાં થતા પરિવર્તનનો તેમણે…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ અઢીથી પાંચ લાખ વર્ષ જેટલો…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે ભૂમિજન શબ્દ પ્રયોજ્યો છે, જ્યારે…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે ઉપનયન પછી શિક્ષણ માટે 15-16…
વધુ વાંચો >