ન્યૂટ્રિનો : મંદ પ્રક્રિયામાં ભાગ લેતો 1 પ્રચક્રણ (spin) ધરાવતો સ્થાયી, મૂળભૂત કણ. તે શૂન્ય વિદ્યુતભાર અને નહિવત્ દળ ધરાવે છે. તેનું દળ 0થી 0.3me વચ્ચે હોય છે, જ્યાં me, ઇલેક્ટ્રૉનનું દળ છે. ન્યૂટ્રિનો શૂન્યવત્ દળ ધરાવતો હોઈ, સાપેક્ષવાદ મુજબ, તે પ્રકાશની ઝડપે ગતિ કરે છે.

રેડિયોઍક્ટિવ ન્યૂક્લિયસનું વિભંજન થતાં, તે આલ્ફા અને બીટા જેવા વિદ્યુતભારિત કણો અને ગામા કિરણોનું ઉત્સર્જન કરે છે. બીટા-કણના ઉત્સર્જનને બીટા-ક્ષય કહે છે. વિભંજનની પ્રક્રિયા પહેલાં અને પછી કણોની ઊર્જા અને વેગમાનની ગણતરી કરતાં માલૂમ પડ્યું કે ઊર્જા-સંરક્ષણના નિયમનો ભંગ થાય છે. ઊર્જા-સંરક્ષણનો નિયમ વિજ્ઞાનીઓ માટે શ્રદ્ધાનો વિષય છે. એટલે ઊર્જા-સંરક્ષણનો નિયમ અકબંધ રહે તેવો વિચાર કરવાની ફરજ પડી. પાઉલી નામના વિજ્ઞાનીએ સૂચન કર્યું કે રેડિયોઍક્ટિવ પદાર્થમાંથી બીટાકણનું ઉત્સર્જન થાય છે ત્યારે તેની સાથે ન્યૂટ્રિનોનો કણ પણ નીકળે છે. વિભંજનની પ્રક્રિયા દરમિયાન સૈદ્ધાંતિક રીતે ખૂટતી ઊર્જા ન્યૂટ્રિનો તેની સાથે લઈ જાય છે. 1930માં સૈદ્ધાંતિક રીતે પ્રતિપાદિત થયેલી ન્યૂટ્રિનોની ભાળ, પ્રયોગશાળામાં 1953માં મળી. આટલો વિલંબ થવાનું કારણ એ છે કે ન્યૂટ્રિનો દ્રવ્ય સાથે અતિ મંદ આંતરક્રિયા કરે છે; માટે તેનું અસ્તિત્વ પ્રાયોગિક રીતે જાણવું મુશ્કેલ બને છે. વળી, તે વિદ્યુતભાર ધરાવતો નથી. એટલે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની તેના ઉપર કશી જ અસર થતી નથી, માટે તેની નોંધ અથવા પરખ મુશ્કેલ બને છે.

ન્યૂટ્રૉનનો ક્ષય થતાં ન્યૂટ્રિનો મળે.

આ રીતે ટાઉન્યૂટ્રિનો (υτ) પણ મળે છે. પ્રચક્રણની બાબતે ન્યૂટ્રિનો જુદા પડે છે. લેપ્ટૉન એટલે કે હલકા કણના જૂથમાં ન્યૂટ્રિનોનો સમાવેશ થાય છે.

કુદરતમાં સૂર્ય, તારા અને અધિનવ તારા(supernova)માં ન્યૂટ્રિનો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે  ન્યૂક્લિયર રિએક્ટરમાં થતી ન્યૂક્લિયર-પ્રક્રિયા દરમિયાન, ન્યૂટ્રિનો પ્રયોગશાળામાં જોવા મળે છે.

પ્રહલાદ છ. પટેલ