મોઝર-પૉલ, ઍનમૅરી (1953, કલીનાર્લ, ઑસ્ટ્રિયા) : આલ્પાઇન પર્વત પર બરફમાં સરકવાની રમતનાં નામી મહિલા-ખેલાડી. તેઓ 1970–79 દરમિયાન 62 વિશ્વકપ રેસ જીત્યાં હતાં. એક મહિલા-ખેલાડી માટે તે એક વિક્રમ હતો. આ ઉપરાંત 1979માં ઑવઑબ ચૅમ્પિયન, 1978 અને 1979માં ડાઉનહિલ ચૅમ્પિયન, 1980માં ઑલિમ્પિક ડાઉનહિલ, 1972 અને ’78માં વર્લ્ડ કંબાઇન્ડ તેમજ 1974, ’78 અને ’80માં વર્લ્ડ ડાઉનહિલ ચૅમ્પિયન બન્યાં. તેમનાં લગ્ન પછી 1975–76માં તેમણે રમત-ક્ષેત્રેથી કામચલાઉ નિવૃત્તિ લીધી અને 1980ની ઑલિમ્પિક રમતો પછી કાયમી નિવૃત્તિ લીધી.
મહેશ ચોકસી