છત્રાયસ્તી : મૂર્તિકલામાં વ્યક્તિના માથે ધરેલ છત્રીવાળું આદમકદ શિલ્પ. સ્થાપત્ય સાથે સંલગ્ન મૂર્તિકલામાં જુદા જુદા આકારની છત્રીઓ કંડારવામાં આવે છે – ખાસ કરીને મહાનુભાવોની મૂર્તિઓ સાથે. આવી છત્રીઓના મુખ્ય આધારને છત્રાયસ્ત કહેવામાં આવે છે. છત્રીઓના ઘેરાવા પ્રમાણે તેની રચનાનો અલગ અલગ આકાર કરવામાં આવતો હતો.
રવીન્દ્ર વસાવડા