છત્રી : છત્રી અથવા છત્રાકારનો મંડપ. તે સ્તંભો વડે બાંધવામાં આવે છે. તે ઘેરાવામાં અષ્ટકોણાકાર અથવા ગોળ અથવા ચતુષ્કોણ હોય છે અને સ્તંભો દ્વારા આવરાયેલ ઘુમ્મટ વડે ઢંકાયેલ હોય છે. છત્રીઓ યાદગીરી માટે ઊભી કરાયેલ ઇમારત રૂપે રહેતી. આવા સ્થાપત્યની પરંપરા ખાસ કરીને રાજપૂત શૈલીના સ્થાપત્યમાં ખૂબ જ અગત્ય ધરાવે છે, જ્યાં મહાનુભાવોની યાદગીરી રૂપે છત્રીઓ બાંધવામાં આવતી.

રવીન્દ્ર વસાવડા