જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી)

January, 2014

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી) : આગ્રાથી 41 કિમી.ના અંતરે આવેલી વિશિષ્ટ ઇમારત. ફતેહપુર સિક્રીની અન્ય ઇમારતો સાથે ભળી જવા છતાં આગવી ભાત પાડે છે. ખાસ તો સ્તંભો અને મોતીના નકશીકામ પર પશ્ચિમ ભારતના મંદિરસ્થાપત્યની અસર

જોવા મળે છે. બાદશાહ અકબરે સિક્રીના ઝડપી બાંધકામ માટે ગુજરાતથી પણ કારીગરો બોલાવ્યા હતા. આ મહેલની બાંધણી ગુજરાતના કારીગરોએ કરી હોય એવું લાગે છે. છાપરા પર માટીનાં ભૂરાં નળિયાં લગાવેલાં છે. ઉપરના ખંડની છત કમાનવાળી છે.

મન્વિતા બારાડી