અભિનંદનનાથ

January, 2001

અભિનંદનનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં ચોથા ક્રમના તીર્થંકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની પત્ની સિધ્યાર્થાના પુત્ર અભિનંદનનાથનો જન્મ મહા સુદ બીજના રોજ થયો હતો. વૈશાખ સુદ આઠમના રોજ તેઓ નિર્વાણ પામ્યા હતા. ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યા બાદ 18 વર્ષ સુધી તેમણે છૂપા વેશે વિહાર કર્યા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

હેમન્તકુમાર શાહ