કાઝી અહમદ જોધ (જ ?; અ. 1445) : અમદાવાદ શહેરનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક. તેમનું નામ અહમદ અને લકબ કુત્બુદ્દીન. તે સુલતાન હાજી હૂદના વંશના હતા. સરખેજના સંત ગંજે અહમદ સાહેબના મુરીદ ને ખલીફા હતા. તેમની કબર પાટણના ખાન સરોવર પાસે છે. તેમના પુત્ર શાહ હસન ફકીહ ગૌસુલ્પરા દીનના મોટા વિદ્વાન હતા.
એહમદહુસેન નૂરમોહમંદ કુરેશી