હિદેયોશી (જ. 6 ફેબ્રુઆરી 1537, એઇચીપ્રિફેક્ચર, ઓવારી, જાપાન; અ. 18 ઑગસ્ટ 1598) : જાપાનનો લશ્કરી અને રાજકીય નેતા. તેનું આખું નામ ટોયોટોમી હિદેયોશી હતું.
ટોયોટોમી હિદેયોશી
તે લશ્કરમાં જોડાયો અને તેની નોંધપાત્ર લશ્કરી સિદ્ધિઓને લીધે પ્રખ્યાત થયો અને સત્તાધીશ બન્યો. તેણે 1585થી તેના અવસાન પર્યન્ત જાપાન પર શાસન કર્યું અને આંતરવિગ્રહ પછી દેશનું વિભાજન થયું હતું, તેનું ફરીથી જોડાણ કરવામાં સહાય કરી. તે ખેડૂતમાંથી દેશનો મહાન નેતા બન્યો હોવાથી ઘણા જાપાનીઓ તેને લોકકથાઓનો નાયક માને છે. તેણે દેશમાં થતા બળવા અટકાવવા પ્રયાસો કર્યા હતા. જાપાનના પ્રદેશો વધારવા તેણે 1592 અને 1597માં કોરિયા જીતવા પ્રયાસો કર્યા; પરંતુ તેમાં સફળ થયો નહોતો.
જયકુમાર ર. શુક્લ