સીસેન્બૅશર પીટર (. 25 મે 1960, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના જુડો-ખેલાડી. 1984માં મહત્વનું જુડો વિજયપદક જીતનાર તેઓ પ્રથમ ઑસ્ટ્રેલિયન બન્યા. 1984માં તેઓ મિડલવેઇટ (80 કિગ્રા.) સ્પર્ધામાં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1988માં ઑલિમ્પિક વિજયપદક જાળવી રાખનાર તેઓ પ્રથમ ‘જુડોકા’ બન્યા. 1979માં યુરોપિયન જુનિયર્સમાં તેઓ ત્રીજા ક્રમે આવ્યા અને 1980માં યુરોપિયન્સ બીજા ક્રમે આવ્યા ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય મહત્વ અને નામના પામ્યા. 1985માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન અને 1986માં યુરોપિયન ચૅમ્પિયન બનેલા.

મહેશ ચોકસી