સદા ગુલાબ (1930) : સિંધી કેળવણીકાર, કવિ, નવલકથાકાર અને નાટ્યકાર લાલચંદ અમરડિનોમલ જગતિયાણી(1885-1954)ની અનૂદિત કૃતિ. તેમણે ઠાકુર રવીન્દ્રનાથના જાણીતા કાવ્યસંગ્રહ ‘ધ ગાર્ડનર’ના આધારે તેનો અપદ્યાગદ્ય શૈલીમાં સિંધીમાં અનુવાદ કર્યો છે. તેમાં તેમણે યુવાવયની સૂક્ષ્મ ઊર્મિઓને અભિવ્યક્ત કરી છે. તેમણે મૂળ કાવ્યના ભાવાર્થને સંપૂર્ણપણે વળગી રહીને દેશજ ભાષામાં વણી લીધો છે. અલંકૃત શૈલીમાં રચાયેલ આ કૃતિ સિંધી ગદ્ય-સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન ગણાય છે.
જયંત રેલવાણી