Sindhi literature

અજવાણી, લાલસિંઘ હઝારીસિંઘ

અજવાણી, લાલસિંઘ હઝારીસિંઘ (જ. 17 જુલાઈ, 1899, ખૈરપુર, સિંધ (પાકિસ્તાન); અ. 18 એપ્રિલ, 1967) : અર્વાચીન સિંધી ભાષાના વિદ્વાન વિવેચક તથા નિબંધકાર. સિંધીની સાથે અંગ્રેજી ભાષાનું ઊંડું જ્ઞાન. ભારતના વિભાજન પછી મુંબઈની નૅશનલ કૉલેજમાં આચાર્ય. તેમનાં અંગ્રેજીમાં રચેલાં પુસ્તકો ‘ઇમ્મૉર્ટલ ઇન્ડિયા’ અને ‘હિસ્ટરી ઑવ્ સિંધી લિટરેચર’ છે, તેમની ઊંડી અને…

વધુ વાંચો >

અઝીઝ લેખરાજ કિશનચંદ

અઝીઝ, લેખરાજ કિશનચંદ (જ. 19 ડિસેમ્બર 1897,  હૈદરાબાદ, સિંધ; અ. 19 ઑગસ્ટ 1971) : સિંધી તથા ફારસીના વિદ્વાન. તેઓ ગઝલસમ્રાટ ગણાતા. ગઝલ-નઝમ-રુબાઈના તેમના સંગ્રહ ‘સુરાહી’ને 1966માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયેલું. ‘આબશાહ’, ‘કુલિયાત અઝીઝ’, ‘સોઝ-વ-સાઝ’, ‘પેગામ અઝીઝ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. એમણે 1931માં રાજપૂત વીરત્વ પર આધારિત વીરરસપ્રધાન નાટકો લખ્યાં.…

વધુ વાંચો >

અડવાણી, ભેરુમલ મહેરચંદ

અડવાણી, ભેરુમલ મહેરચંદ (જ. 1875, હૈદરાબાદ–સિંધ; અ. 7 જુલાઈ 1950, પુણે) : સિંધી સાહિત્યના બહુમુખી પ્રતિભાવાળા લેખક, વિદ્વાન અને ઇતિહાસકાર. સિંધી ગદ્યસાહિત્યના મુખ્ય સ્તંભોમાંના એક. કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને બાળસાહિત્ય — એમ લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં તેમણે બહુમૂલ્ય યોગદાન આપેલ; તેમ છતાં ઇતિહાસ, ભાષાવિજ્ઞાન અને સંશોધનક્ષેત્રે કાર્ય કર્યું…

વધુ વાંચો >

અદવાણી કલ્યાણ બૂલચંદ

અદવાણી કલ્યાણ બૂલચંદ (જ. 10 ડિસેમ્બર 1911, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 17 માર્ચ 1994, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્વાચીન સિંધી લેખક. અંગ્રેજી તથા ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1942માં તેઓ હૈદરાબાદ(સિંધ)ની ડી. જી. નૅશનલ કૉલેજમાં સિંધીના પ્રાધ્યાપક અને વિભાગાધ્યક્ષ નિયુક્ત થયા. ભાગલાને કારણે 1948માં તેઓ સિંધ છોડીને ભારતમાં આવ્યા અને મુંબઈની…

વધુ વાંચો >

અનોખા આઝમૂદા

અનોખા આઝમૂદા (1964) : સિંધી વાર્તાસંગ્રહ. પ્રોફેસર રામ પરતાવરાઈ પંજવાણીએ પોતાના જીવનના વાસ્તવિક અનુભવો અને ઘટનાઓને આધારે રચેલી વાર્તાઓના આ સંગ્રહને 1964માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પુરસ્કાર અર્પણ કર્યો હતો. તેના ત્રણ ભાગમાં માનવચિત્તના વિવિધ વ્યાપારો, પ્રકૃતિનાં વિભિન્ન સ્વરૂપો તથા આધ્યાત્મિકતાનું કલાત્મક અને રસાળ નિરૂપણ થયેલું છે. જીવનની વાસ્તવિક કટુતા વચ્ચે…

વધુ વાંચો >

અપરાજિતા (2)

અપરાજિતા (2) (1972) : સિંધી વાર્તાસંગ્રહ. રચયિતા ગુનો સમતાણી. 1950થી 1968 સુધીમાં લખાયેલી છ વાર્તાઓ એમાં સંકલિત છે. આ પુસ્તકને માટે લેખકને 1972નો વર્ષના શ્રેષ્ઠ સિંધી પુસ્તકનો પુરસ્કાર મળેલો. આ વાર્તાઓનો જુદો જુદો પરિવેશ હોવા છતાં કથાનકોનું લક્ષ્ય તો એક જ રહ્યું છે. એ છે મર્ત્ય શરીરમાં અમર્ત્ય એવા પ્રેમની…

વધુ વાંચો >

અબીચંદાની, પરમ એ.

અબીચંદાની, પરમ એ. (જ. 14 જુલાઈ 1926, ખૈરપુર, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 9 ડિસેમ્બર 2005) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. તેમને તેમની કૃતિ ‘તક તોર’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે દર્શનશાસ્ત્રમાં બી.એ. તથા કૉમર્શિયલ આર્ટ અને ઍડ્વર્ટાઇઝિંગનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. 1945–46માં તેઓ સિંધી…

વધુ વાંચો >

અર્જન હાસિદ

અર્જન હાસિદ (જ. 1930, કંદિયારો, સિંધ–હાલ પાકિસ્તાનમાં) : સિંધીના નામી ગઝલકાર. તેમને ‘મેરો સિજુ’ નામક તેમના ગઝલસંગ્રહ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમના વાચકવર્ગમાં તેઓ ‘ગઝલગો’ નામથી લોકપ્રિય બન્યા છે. 1966માં તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ ‘સુવાસો–જી સુરહો’ પ્રગટ કર્યો. 1974માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પાથર-પાથર કપડા-કપડા’ પ્રગટ થવાની…

વધુ વાંચો >

અહસાની ઉસ્માન

અહસાની ઉસ્માન (સત્તરમી સદી) : મધ્યકાલીન સિંધી કવિ. તેમણે ઈ. સ. 164૦માં બલૂચિસ્તાનના ભગનાડી ગામેથી હિજરત કરીને સિંધના લખી ગામે વસવાટ કર્યો હતો. સિંધીમાં તેમણે ‘વતનનામા’ કાવ્યરચના કરી છે. અહસાની ઉસ્માન પૂર્વ મધ્યકાલના (સત્તરમી સદીના) કવિ હતા. એમણે ભક્તિમૂલક અનેક ‘બૈતો’ (દોહા અથવા સોરઠા, યા તો દોહા અને સોરઠા બંનેનું…

વધુ વાંચો >

અંધો દૂંહો

અંધો દૂંહો (1983) : આધુનિક સિંધી કાવ્યસંગ્રહ. કવિ ડૉ. અરજણ મીરચંદાણી (‘શાદ’). એને સિંધીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે 1983નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો. ‘અંધો દૂંહો’માં કવિએ ભૂમિહીન વિશૃંખલિત સિંધી સમાજની તૂટતી જતી પારંપરિક અને સાંસ્કૃતિક શૃંખલાની વિડંબનાઓનું ચિત્ર આંક્યું છે. તેમાં સિંધી સમાજની ભાવુકતાને વાચા મળી છે. જન્મભૂમિથી વિસ્થાપિત થયાનો…

વધુ વાંચો >