શાયર મુતીઈ : ‘ગંજ મઆની’ નામના એક મસનવી કાવ્યનો રચનાર. તે લગભગ ઈ. સ. 15૩1માં મક્કાથી દીવ આવ્યો હતો. તે ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-15૩7)ને મળ્યો હતો. મુતીઈએ લખેલ ઉપર્યુક્ત કાવ્યમાં સુલતાન બહાદુરશાહે માળવાના સુલતાન મહમૂદશાહને હરાવીને માળવા જીતી લીધું અને ગુજરાતમાં તેનું વિલીનીકરણ કર્યું એનો તથા બહાદુરશાહે પોર્ટુગીઝો પર વિજય મેળવ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુલતાન બહાદુરશાહના સમયના એકમાત્ર ઉપલબ્ધ ઐતિહાસિક હેવાલ તરીકે તેનું ઘણું મહત્વ છે.

જયકુમાર ર. શુક્લ