વેબ, આલ્ફ્રેડ : ચેન્નાઈ મુકામે 1894માં ભરાયેલ દસમી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ.

આલ્ફ્રેડ વેબ
કૉંગ્રેસના પ્રમુખપદે બિરાજનાર તેઓ ત્રીજા બિન-ભારતીય હતા. તેઓ આઇરિશ હતા. તેમના વિશે ખાસ માહિતી મળતી નથી. આ દેશના લોકોના કલ્યાણ માટે તેમને ચિંતા હતી. તેમના જીવનનું મુખ્ય ધ્યેય જનતાનું કલ્યાણ કરવાનું હતું. તેમણે શાંતિ અને શુભેચ્છાના દૂત તરીકે ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ માટે આમની સભાનો સહકાર મેળવી આપવામાં મિ. વેબે સારી સેવા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં બધા વર્ગોના લોકો દેશના કલ્યાણ વાસ્તે સહકારથી કામ કરશે.
જયકુમાર ર. શુક્લ