History of India
પુષ્યવર્મા વંશ
પુષ્યવર્મા વંશ : આસામમાં ચોથીથી સાતમી સદી દરમિયાન થઈ ગયેલો વંશ. પુષ્યવર્મા વંશના સાતમા રાજા નારાયણવર્માએ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ફગાવી દીધું. એના પુત્ર ભૂતિવર્માએ આસપાસના પ્રદેશો પર સત્તા પ્રસારી કામરૂપના રાજ્યનો વિસ્તાર કર્યો. આ વંશના રાજાઓ ‘મહારાજાધિરાજ’ બિરુદ ધારણ કરી અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા. ભૂતિવર્મા પછી એનો…
વધુ વાંચો >પૃથ્વીષેણ (ઈ. સ. 250)
પૃથ્વીષેણ (ઈ. સ. 250) : વાકાટક વંશનો એક પ્રતાપી રાજા. વાકાટક વંશની સત્તા ઈ. સ. 250ના અરસામાં વિન્ધ્ય-પ્રદેશમાં સ્થપાઈ હતી. સમ્રાટ પ્રવરસેન પહેલાના સમય(લગભગ ઈ. સ. 275-335)માં એ છેક બુંદેલખંડથી હૈદરાબાદ સુધી વિસ્તરી હતી. એના પૌત્ર રુદ્રસેન પહેલાના અભ્યુદયમાં એના માતામહ ભારશિવ રાજા(ભવનાગ)નો સક્રિય સહકાર રહેલો હતો. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે…
વધુ વાંચો >પેશ્વા
પેશ્વા : શિવાજીના પ્રધાનમંડળમાંનો મુખ્ય પ્રધાન. શિવાજીની શાસન-વ્યવસ્થામાં આઠ પ્રધાનોને જુદાં જુદાં ખાતાંઓ આપવાની વ્યવસ્થા હતી. તેમાં મુખ્ય પ્રધાનને પેશ્વા તરીકે ઓળખવામાં આવતો. આ પ્રધાનો રાજાને સીધા જવાબદાર રહેતા. દરેક પ્રધાન સ્વતંત્ર રીતે કામ કરતો. રાજાની ગેરહાજરીમાં પેશ્વા રાજ્યના વડા તરીકે કામ કરતો અને રાજાના જેટલી સત્તા ભોગવતો. શરૂઆતમાં રાજાની…
વધુ વાંચો >પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન
પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન (જ 9 ઑક્ટોબર 1923, પય્યાનૂર, કેરળ (મલબાર)) : દક્ષિણ ભારતના ‘દાંડીયાત્રી’. સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી સામાજિક કાર્યકર વી. પી. અપ્પુકુટ્ટન પોડુવા લનું પૂરું નામ વન્નાડિલ પુદિયેવિટ્ટિલ અપ્પુકુટ્ટન પોડુવાલ (Vannadil Puthiyaveettil Appukuttan Poduval) છે. પિતાનું નામ કેરીપ્પત કમ્મરા (Karippath Kammara) અને માતાનું નામ વી. પી. સુભદ્રામ્મા હતું.…
વધુ વાંચો >પોતદાર દત્તો વામન
પોતદાર, દત્તો વામન (જ. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; અ. 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક…
વધુ વાંચો >પૉંડિચેરી (પુદુચેરી)
પૉંડિચેરી (પુદુચેરી) : દક્ષિણ ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર આવેલો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અને તેનું પાટનગર. આ કેન્દ્રશાસિત પ્રદેશ 4 જિલ્લાઓ, 15 તાલુકાઓ અને 295 ગામોમાં વહેંચાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 492 ચોકિમી. જેટલું છે અને કુલ વસ્તી 9,19,000 (2024) જેટલી છે. પૉંડિચેરી નામ ‘પુટુ’ (Putu) એટલે નવું અને…
વધુ વાંચો >પ્રતાપ, મહારાણા
પ્રતાપ, મહારાણા (જ. 1540; અ. 1597) : મેવાડના મહાન દેશભક્ત, શક્તિશાળી અને શૂરવીર રાજવી. સમગ્ર ભારતના શ્રેષ્ઠ રાજપૂત રાજવીઓમાં એમની ગણતરી થાય છે. તેઓ એમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે પ્રસિદ્ધ છે. મેવાડના સિસોદિયા વંશના રાણાઓએ મુઘલ સમ્રાટોને નહિ નમવાની અને એમને પોતાના કુળની પુત્રીઓ નહિ પરણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેનું…
વધુ વાંચો >પ્રતાપસિંહ–2
પ્રતાપસિંહ–2 : શિવાજીના વંશજો ‘છત્રપતિ’નું બિરુદ ધારણ કરી સતારામાં રાજ્ય કરતા હતા. ઈ. સ. 1749માં શાહુ-1ના મૃત્યુ પછી તેમની સત્તા માત્ર નામની જ રહી જ્યારે તેમનો મુખ્ય પ્રધાન ‘પેશવા’ સર્વોપરી બન્યો. 1808માં શાહુ-2ના અવસાન પછી પ્રતાપસિંહ ‘છત્રપતિ’ બન્યા, 1818માં અંગ્રેજો અને પેશવા બાજીરાવ-2 વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંનેએ ‘છત્રપતિ’ના…
વધુ વાંચો >પ્રતિષ્ઠાન
પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે…
વધુ વાંચો >પ્રતિહાર વંશ
પ્રતિહાર વંશ : જુઓ ગુર્જર પ્રતિહારો
વધુ વાંચો >