Gujarati literature
વિરાટપર્વ-1 (નાકરકૃત)
વિરાટપર્વ-1 (નાકરકૃત) : ગુજરાતીમાં મહાભારતના આધારે રચાયેલી આખ્યાનકૃતિ. વડોદરાના વણિક કવિ નાકરે મહાભારતકથાનાં વિવિધ પર્વો ગુજરાતીમાં પ્રથમ વાર પોતીકી રીતે અવતાર્યાં છે. એમાં એનું ‘વિરાટપર્વ’ કવિની પ્રૌઢિ અને શક્તિનું દર્શન કરાવે છે. 65 કડવાંની આ કૃતિના આરંભમાં આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વની કથા ભૂમિકા રૂપે આવે છે અને 22મા કડવાથી ‘વિરાટપર્વ’નો…
વધુ વાંચો >વિષ્ણુદાસ
વિષ્ણુદાસ (અનુમાને ઈ. સ. 1578-1612ના ગાળામાં હયાત) : 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધમાં હયાત મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિ, જે પ્રેમાનંદના પુરોગામી તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન-પ્રવાહમાં નાકર પછી નોંધપાત્ર પ્રદાન કરનાર આ કવિ ખંભાતના નાગર બ્રાહ્મણ છે. એમની સમયદર્શક કૃતિઓને આધારે એમનો કવનકાળ ઈ. 1578થી ઈ. 1612 સુધીનો…
વધુ વાંચો >વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ
વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ (જ. 20 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 6 એપ્રિલ 1973) : બાલસાહિત્યકાર. ઉપનામો : ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી’, ‘મયૂરક’, ‘મંગો પાર્ક’, ‘સુધન્વા’. પિતાનું નામ : મૂળચંદ ઘેલાભાઈ વીમાવાળા. માતા : વિજયાલક્ષ્મી ત્રિભોવનદાસ. જ્ઞાતિએ સૂરતી તળપદા દશા શ્રીમાળી વણિક; એમના પિતાના વીમાના વ્યવસાયને કારણે ‘મહેતા’ અટક ગઈ અને…
વધુ વાંચો >વીરજી
વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ…
વધુ વાંચો >વીર નર્મદ
વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે…
વધુ વાંચો >વીરસિંહ
વીરસિંહ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહનો ઉત્તર-સમકાલીન કવિ. એની પાસેથી એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે તે ‘ઉષાહરણ’. આ કૃતિમાં પાંચેક સ્થળે ‘વરસંગ’ એવો ઉલ્લેખ આવે છે. આ સિવાય કૃતિમાં કે અન્યત્ર એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ‘ઉષાહરણ’ની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. 1513ની પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો…
વધુ વાંચો >વીસમી સદી
વીસમી સદી : ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય સામયિક. હાજી મહંમદ અલારખિયા શિવજી (1878-1921) દ્વારા 1916ની 1લી એપ્રિલે એ શરૂ કરવામાં આવ્યું. આ સામયિકે સાહિત્ય અને કળાનો યોગ સાધ્યો. સાહિત્યિક પત્રકારત્વની એક વિશિષ્ટ દિશા આ સામયિકના પ્રકાશનથી ગુજરાતમાં ઊઘડી હતી, કેમ કે, સાહિત્યિક ધોરણો સાથે બાંધછોડ કર્યા વિના…
વધુ વાંચો >વેગડ, અમૃતલાલ ગોવામલ
વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3 ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ; અ.6 જુલાઈ 2018, જબલપુર) : હિંદી તથા ગુજરાતી લેખક. તેઓ માધાપર કચ્છના વતની હતાં. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1948થી 1953 દરમિયાન તેઓએ નંદલાલ બોઝ પાસેથી તાલીમ મેળવેલી. તેઓ નંદલાલબોઝ પાસેથી પ્રકૃતિ અને સુંદરતાનું આદર કરવાનું શીખેલા. તેઓ…
વધુ વાંચો >વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન
વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન (જ. 23 જુલાઈ 1909, દ્વારકા; અ. 12 ડિસેમ્બર 1979, મુંબઈ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર. તખલ્લુસ : ‘બિપિન વૈદ્ય’, ઈ. ન., બા. પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર. પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં. માધ્યમિક શિક્ષણ જેતપુરમાં. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કરેલો. પણ…
વધુ વાંચો >વૈદ્ય વિજયરાય કલ્યાણરાય
વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ…
વધુ વાંચો >