મેરિયમ, ક્લિન્ટન હાર્ટ (જ. 5 ડિસેમ્બર 1855, ન્યૂયૉર્ક સિટી; અ. 19 માર્ચ 1942, બર્કલી, કૅલિફૉર્નિયા) : જાણીતા પ્રકૃતિવાદી, પ્રાણીવિજ્ઞાની અને પ્રારંભકાલીન પર્યાવરણવાદી. તાલીમ-શિક્ષણ તેમણે તબીબી વિજ્ઞાનનાં લીધાં હતાં.
1885થી 1910 દરમિયાન તેઓ અમેરિકાની બ્યૂરો ઑવ્ બાયોલૉજિકલ સર્વેના વડા તરીકે રહ્યા. અમેરિકાનાં વિશાળ કદનાં રીંછ, ભૂખરાં રીંછ તથા કનેક્ટિકટના પક્ષીજગત વિશે તેમણે પુસ્તકો લખ્યાં છે; પરંતુ તેમનું મહત્વનું પુસ્તક છે ‘લાઇફ ઝોન્સ ઍન્ડ ક્રૉપ ઝોન્સ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ’ (1898). તેમણે 1888માં નૅશનલ જોગ્રૉફિક સોસાયટીની સ્થાપના કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
મહેશ ચોકસી