મૅરિનર્સ મ્યુઝિયમ

February, 2002

મૅરિનર્સ મ્યુઝિયમ :  ન્યૂપૉર્ટ ન્યૂઝ, વાનકુવરમાં આવેલું દરિયાઈ સંગ્રહસ્થાન. આ લાક્ષણિક સંગ્રહસ્થાન 1930માં સ્થપાયું હતું. આર્ચર એમ. હંટિંગ્ટન નામના લેખકે તેની રચના કરીને તેને ‘સાગરસંસ્કૃતિ’ને સમર્પિત કર્યું હતું. તે સંગ્રહની વિલક્ષણ પ્રદર્શિત વસ્તુઓમાં વહાણોના હજારો નમૂના, આભૂષણો તથા નૌસંચાલન માટેની હોડીઓ અને સાધનોનો સમાવેશ થાય છે.

આ સંગ્રહસ્થાનના ચિત્રાત્મક કલાના સંગ્રહમાં 13,000 ઉપરાંત કૃતિઓનો સમાવેશ થાય છે; તે ઉપરાંત 60,000 ગ્રંથો ધરાવતું પુસ્તકાલય, 6,000 નકશા અને 1,60,000 છબીઓ તેમાં છે. તેમાં દેશી નૌકા તથા હોડીઓ, ડૂબેલાં યુદ્ધજહાજોના અવશેષો ઉપરાંત સાગરવિષયક સિક્કા, ચંદ્રકો અને ટપાલટિકિટોનો પણ સંગ્રહ છે.

મહેશ ચોકસી