મુલ્લા, અબ્દુલ હકીમ સિયાલકુટી
February, 2002
મુલ્લા, અબ્દુલ હકીમ સિયાલકુટી (જ. ?; અ. 1656) : મુઘલ શહેનશાહ શાહજહાનના સમયના અરબી સાહિત્યના વિદ્વાન. તેમની વિદ્વત્તા માટે સમ્રાટને ઘણો સારો અભિપ્રાય હતો. તેમણે અલબૈદાવીના ગ્રંથો તથા અલ્લામ તફ્તઝાનીના ગ્રંથ ‘અકાઇડ’ વિશે વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે. ઇસ્લામ ધર્મનાં શાસ્ત્રોના ભાષ્યકાર તરીકે તેમની પ્રતિષ્ઠા ઊંચી હતી. તેઓ ભારત તથા વિદેશોમાં પણ વિદ્વત્તા વાસ્તે જાણીતા હતા.
જયકુમાર ર. શુક્લ