બ્લૅચ, હૅરિયેટ (જ. 1856, સેનેકા ફૉલ્સ; ન્યૂયૉર્ક; અ. 1940) : સ્ત્રીઓ માટેના અધિકાર અંગેના આંદોલનનાં આગેવાન. તેમણે વૅસર કૉલેજ ખાતે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1907માં તેમણે ‘ઇક્વૉલિટી લીગ ઑવ્ સેલ્ફ-સપૉર્ટિંગ વિમેન’ નામની સંસ્થા સ્થાપી. એ રીતે તેઓ સ્ત્રીઓના અધિકાર માટે ખૂબ સક્રિય આંદોલનકાર બની રહ્યાં. 1908માં તેમણે વિમેન્સ પોલિટિકલ યુનિયનની સ્થાપના કરી આ કાર્યક્ષેત્રનાં અગ્રણી બન્યાં.
મહેશ ચોકસી