બ્રહ્મમંડળ (Auriga) : તે નામે ઓળખાતું તારામંડળ (constellation). તેને કેટલીક વખત સારથિ પણ કહે છે. આકાશગંગા(milky way)ના માર્ગ ઉપર શર્મિષ્ઠા (cassiopeia) અને મિથુન (gemini) વચ્ચે યયાતિ (perseus) અને બ્રહ્મમંડળ આવેલ છે. બ્રહ્મમંડળ યયાતિ અને મિથુન વચ્ચે છે. આ તારામંડળની અંદર મહત્વનો એક તારો બ્રહ્મહૃદય (capella) છે. તે મહત્તમ તેજસ્વિતા ધરાવતો તારો છે. તેની માત્રા 0.1 છે. પૌરાણિક કથામાં ફાઇથૉન (phaethon) સારથિનું પ્રતિનિધિત્વ કરે છે. એ ભગવાન હીલિયોસનો પુત્ર હતો.

ઉત્તરનું આકાશ દર્શાવેલ છે અને તેમાં બ્રહ્મમંડળનું સ્થાન રેખા 5 અને રેખા 6 વચ્ચે નિર્દેશિત કરેલું છે.
બ્રહ્મમંડળ પાસે વૃષભ (taurus) છે તેના કેન્દ્રમાં નારંગી તારો છે. યયાતિ અને બ્રહ્મમંડળથી શર્મિષ્ઠાની સામી બાજુએ હંસ (cygnus) આવેલ છે. આ ઍક્સ X આકારનું તારામંડળ અતિસુંદર છે.
પ્રહલાદ છ. પટેલ