બોગાર્ડ, ડર્ક (સર)
January, 2025
બોગાર્ડ, ડર્ક (સર) (જ. 28 માર્ચ 1921, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 8 મે 1999, ચેલ્સ, લંડન, ઇંગ્લૅન્ડ) : ફિલ્મ-અભિનેતા તથા લેખક. તેમણે એલન ગ્લેન્સ હાઇસ્કૂલ ઑફ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. ચેલ્સિયા કૉલેજ ઑફ આર્ટમાં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી બોગાર્ડે તેમનો બે વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. તેમણે મુખ્યત્વે ગુપ્તચર અધિકારી તરીકે યુરોપીયન અને પેસિફિક બંને થિયેટરોમાં સેવા આપી હતી .
તેમણે ગામેગામ ફરીને નાટક ભજવતી મંડળીમાં જોડાઈ અભિનય-કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી એકાદ ગૌણ પાત્રમાં અભિનય આપીને ‘કમ ઑન જ્યૉર્જ’(1940)થી ફિલ્મ-કારકિર્દીની શરૂઆત કરી.
યુદ્ધકાળ દરમિયાન તેમાં સેવા બજાવ્યા પછી, રૅન્ક ફિલ્મ્સે તેમની સાથે લાંબી મુદત માટે કરાર કર્યા અને એ સંસ્થામાં તેઓ ઘણાં વર્ષો અનેક નાનાં-નાનાં પાત્રોમાં અભિનય આપતા રહ્યા. એમાં ‘ડૉક્ટર ઇન ધ હાઉસ’ શ્રેણીની ફિલ્મોમાં તેમનો હાસ્યરસિક અભિનય વિશેષ ધ્યાનપાત્ર બની રહ્યો.
1955 તેમજ 1957માં તેઓ બ્રિટનના સૌથી સફળ બૉક્સ ઑફિસ અભિનેતાનું સ્થાન પામ્યા. તેમની મહત્ત્વની ફિલ્મોમાં ‘એ ટેલ ઑવ્ ટૂ સિટિઝ’ (1958), ‘વિક્ટિમ’ (1961), ‘ધ સર્વન્ટ’ (1963), ‘ડેથ ઇન વેનિસ’ (1971) તથા ‘પ્રૉવિડન્સ’નો સમાવેશ થાય છે.
તેમણે આત્મચરિત્ર લખ્યું છે. તેમની નવલકથામાં ‘એ જેન્ટલ ઑક્યુપેશન’ (1980) તથા ‘એ પીરિયડ ઑવ્ એડ્જસ્ટમેન્ટ’(1994)નો સમાવેશ થાય છે. 1992માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
બોગાર્ડે બાફ્ટા દ્વારા શ્રેષ્ઠ અભિનેતા તરીકે પાંચ વખત નામાંકિત થયા હતા. 1963માં ધ સર્વન્ટ માટે અને 1965માં ડાર્લિંગ માટે બે વખત ઍવૉર્ડ જીત્યા હતા. તેમને 1991માં લંડન ફિલ્મ ક્રિટીક્સ સર્કલ લાઇફટાઇમ ઍવૉર્ડ પણ મળ્યો હતો. તેમણે 1939 થી 1991 ની વચ્ચે કુલ 63 ફિલ્મો બનાવી. 1983 માં, તેમને કાન્સ ફેસ્ટિવલમાં સિનેમાની સેવા માટે વિશેષ પુરસ્કાર મળ્યો. 1987માં બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. 1988માં બોગાર્ડેને સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રથમ બાફ્ટા ટ્રિબ્યુટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બોગાર્ડે 1992માં યુનાઇટેડ કિંગડમમાં નાઈટ સ્નાતકની રચના કરી હતી, 1990માં ફ્રાન્સની સરકાર દ્વારા કમાન્ડ્યુર ડી એલ’ ઓર્ડેડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ, સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટી દ્વારા 4 જુલાઈ 1985ના રોજ સાહિત્યની માનદ ડોક્ટરેટ મળી હતી.
1984માં બોગાર્ડે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીના પ્રમુખ તરીકે સેવા આપી હતી, આ ક્ષમતામાં સેવા આપનાર પ્રથમ બ્રિટિશ વ્યક્તિ હતા.
મહેશ ચોકસી